અમદાવાદ: રાજ્યમાં ઠંડીનો ચમકારો (Cold In Gujarat 2021) જોવા મળી રહ્યો છે. હાલમાં હવામાન વિભાગ (Meteorological Department Gujarat) દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં 48 કલાક ઠંડીનો ચમકારો યથાવત રહેશે અને બે દિવસ બાદ ઠંડીનો ચમકારો ઓછો થશે.
તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી ગગડ્યો
હવામાન વિભાગના કહ્યા પ્રમાણે, રાજ્યમાં ઉત્તર તરફથી આવતા પવનો (Cold winds from north India)ને કારણે ઠંડી વધશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી ગગડ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો(temperature in ahmedabad) 48 કલાક સુધી યથાવત રહેશે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકવાશે (Cold winds In Gujarat) તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.