ગુજરાત

gujarat

ETV Bharat / city

હવે આવી કોક્રોચ હૈદરાબાદી બીરીયાની, ફરી એક હોટલના ફૂડમાંથી નિકળ્યો વંદો - TGV hotel of Ahmedabad

અમદાવાદ: રાજ્યની હોટલોમાંથી જીવડા નિકળવાનો સિલસિલો યથાવત છે. શહેરની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવડું મળી આવવાની ઘટનામાં વધારો થયો છે. શહેરના ઓઢવ રિંગ રોડ પર આવેલી હોટલ ધ ગ્રાન્ડ વિનાયક (TGV)ની હૈદરાબાદી બિરયાનીમાંથી વંદો નિકળ્યાની ઘટના એક ગ્રાહક સાથે બની હતી. આ મામલે ગ્રાહક પંકજ મકવાણાએ ફેસબુકમાં ફોટો અને વીડિયો વાયરલ કર્યા હતા.

ગ્રાહકે ફેસબુક પર પોસ્ટ કરેલી વંદા સાથેની વેજ હૈદરાબાદી બિરયાનીની તસવીર

By

Published : Nov 25, 2019, 8:38 PM IST

ગ્રાહકે પોસ્ટ કરી લખ્યું કે, "કોક્રોચ (જીવડું)ની સાથે વેજ હૈદરાબાદી બિરયાની ખાવી હોય તો આવો હોટલ TGV (ધ ગ્રાન્ડ વિનાયક)માં. ઓઢવ રિંગ સર્કલની પાસે બિરયાની ખાવા ગયા તો ત્યાં કોક્રોચ સાથે બિરયાની પીરસવામાં આવી. આ તમામ હકીકતની અમે હોટલના મેનેજરને જાણ કરતા તેમણે ઉડાઉ જવાબ આપી લુલો બચાવ કર્યો હતો."

કોક્રોચની સાથે વેજ હૈદરાબાદી બિરયાની

ABOUT THE AUTHOR

...view details