કૉક્લિયર ઇમપ્લાન્ટની શોધે છેલ્લા એક દાયકામાં સાઉન્ડ અને સંગીતની ભેટ લાખોની જિંદગીમાં લાવી છે. આ પાંચમી આવૃત્તિનું આયોજન ડૉ. નીરજ સુરી અને ડૉ. નીના ભેલોડિયા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસની ઇવેન્ટ સંચિત જ્ઞાન અને રચનાત્મક વાર્તાલાપ સાથે કૉક્લિયર કોન્ફરન્સમાં જે બાળકો સાંભળી નથી શકતા તેમને જીવન આપવા વિશેની ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદમાં કૉક્લિયર ક્રુઝ 2019નું આયોજન કરાયું - Gujarati news
અમદાવાદ: ઈએનટી, જીએમઆરએસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ વિભાગ સાથે મળીને તારા ફાઉન્ડેશને કૉક્લિયર ક્રુઝ 2019ના પાંચમા એડિશન શીર્ષકવાળી બે દિવસની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના જાણીતા ડોકટરો, સર્જનો અને નિષ્ણાત પેનલિસ્ટ સાથે 300થી વધુ ડોક્ટરોએ ભાગ લીધો હતો.

સ્પોટ ફોટો
અમદાવાદમાં કૉક્લિયર ક્રુઝ ૨૦૧૯નું આયોજન કરાયું
પાંચમી આવૃત્તિના આયોજન ડૉ. નીના ભેલોડિયાએ જણાવ્યું હતું કે, કૉક્લિયર ઇમપ્લાન્ટએ જીવનની ચમત્કારક શસ્ત્રક્રિયા છે. જેની મદદથી બાળકોને જે જન્મથી સાંભળી અને બોલી શકતા નથી હવે તેઓ સાંભળી શકે છે અને બોલી શકે છે. આ સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણ મૂલ્યાંકન, અદ્યતન સર્જરી પછી નિયમિત ભાષણ ઉપચારનો સમાવેશ થાય છે.