ગુજરાત

gujarat

ETV Bharat / city

CMAનું ઇન્ટરમીડિયેટરી અને ફાઇનલનું રિઝલ્ટ થયું જાહેર - ફાઈનલ રિઝલ્ટ

જાન્યુઆરી 2021માં લેવાયેલી CMAની પરીક્ષાનું રિઝલ્ટ આજે જાહેર થયું છે. આ પરીક્ષામાં ઇન્ટરમીડિયેટ તરીકે કુલ 422 વિદ્યાર્થીઓમાંથી 197 પાસ થયા છે. જ્યારે ફાઇનલમાં 270 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 112 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 41.48 ટકા
અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 41.48 ટકા

By

Published : Mar 31, 2021, 3:41 PM IST

  • ICWAનું ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર
  • ઓલ ઇન્ડિયા ફાઇનલનું પરિણામ 51.98 ટકા
  • અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 41.48 ટકા

અમદાવાદ: દર છ મહિને લેવાતી પરીક્ષા કોરોનાને કારણે પરીક્ષા રદ થતાં એક વર્ષ બાદ પરીક્ષા લેવાઈ છે. જેમાં ઇન્ટરમીડિયેટનું પરિણામ 46.68 ટકા અને ફાઇનલનું પરિણામ 50.44 ટકા રહ્યું છે. ICWAના ચેરમેન ભટ્ટે મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, ગત વર્ષે પરીક્ષા ન લેવાતા વિદ્યાર્થીઓને તૈયારી માટેનો વધુ સમય મળ્યો છે. તેમજ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યાં પ્રોફેશનલ કોર્સમાં ઓનલાઈન પરીક્ષા લેવાઈ હોય.

ICWAનું ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર

આ પણ વાંચો:GPSCની પરીક્ષામાં 60 ટકા કરતાં વધુ પરીક્ષાર્થીઓ રહ્યા ગેરહાજર

કોણ રહ્યું પ્રથમ...?

મીડિયેટરી પરીક્ષામાં અમદાવાદના ધ્રુમિલ દવેએ 658 ગુણ સાથે ઓલ ઇન્ડિયા રેન્કમાં 44મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે ફાઇનલમાં અમદાવાદના મિહિર ત્રિપાઠી પ્રથમ રહ્યા છે.

આ પણ વાંચો:અમદાવાદના અનંત કિદામ્બિે JEE મેઇન્સમાં સમગ્ર દેશમાં મેળવ્યો છઠ્ઠો ક્રમ

ABOUT THE AUTHOR

...view details