અમદાવાદના જે.ડી.નગરવાલા સ્ટેડિયમ ખાતે યોજવામાં આવેલા 'રન ફોર યુનિટી'માં અમદાવાદ પોલીસના જવાનો તથા જાહેર જનતાએ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલી આપી હતી. સાથે જ 'રન ફોર યુનિટી'ની શરૂ કર્યા પહેલા અમદાવાદના મેયર બીજલ પટેલે ઉપસ્થિત લોકો પાસે એકતાના શપથ લેવડાવ્યા હતા. તથા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 'રન ફોર યુનિટી'ને ફ્લેગ ઓફ કર્યું હતું.
અમદાવાદમાં CM રૂપાણીએ 'રન ફોર યુનિટી'ને ફ્લેગ ઓફ કર્યું - news of ron for unity
અમદાવાદ: સરદાર પટેલની પ્રતિમાં 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'નું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ગત વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' દેશને અર્પણ કરી 31 ઓક્ટોબરને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે જાહેર કર્યો હતો. જેના અંતર્ગત અમદાવાદના જે.ડી.નાગરવાલા પોલીસ સ્ટેડિયમમાં 'રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 'રન ફોર યુનિટી'ને ફ્લેગ ઓફ કર્યું હતું.
'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે યોજાયેલ 'રન ફોર યુનિટી'માં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદના નિઝામથી લઇને જૂનાગઢના નિઝામ તથા તમામ રાજા રજવાડાઓને એક કર્યાં હતા.
અમદાવાદનો જે.ડી.નગરવાલા પોલીસ સ્ટેડિયમ ખાતે યોજાયેલ 'રન ફોર યુનિટી'ના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા, અમદાવાદ ગ્રામ્ય SP આર.વી.અસારી, અમદાવાદ મ્યુનિસિપલ મેયર બીજલ પટેલ, અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ.કિરીટ સોલંકી તથા અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ હાજર રહ્યા હતા.