વિરમગામ નગરના ડી.પી.ને માત્ર બે જ માસમાં મંજૂરી અપાઇ છે. આ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર થતાં સૌરાષ્ટ્રના એન્ટ્રી પોઇન્ટ ગણાતા વિરમગામ શહેરના વિકાસને વેગ મળતો થશે. મુખ્યપ્રધાને વડોદરા જિલ્લાના કરજણ શહેરના વિકાસ નકશાને પણ અંતિમ મંજૂરી આપી છે. એટલું જ નહિ, સુરેન્દ્રનગરના થાનગઢ શહેરના વિકાસ નકશાનું પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ કરવા પણ અનુમતિ આપી છે.
CM રૂપાણીએ વિરમગામ, કરજણ અને થાનગઢના ડેવલપમેન્ટ પ્લાન કર્યા મંજૂર - મુખ્યપ્રધાન વિજય રૂપાણી
અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટા શહેરો-મહાનગરો સાથે નાના નગરો-શહેરોના વિકાસની નેમ સાથે વધુ ત્રણ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ, વડોદરાના કરજણ અને સુરેન્દ્રનગરના થાનગઢ નગરોના વિકાસ પ્લાન મંજૂર કર્યા છે.

CM રૂપાણીએ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કર્યા
તેમણે સુરત મહાનગરની પ્રારંભિક ટી.પી. સ્કીમ નં-20 નાના વરાછા-કાપોદ્રાના બીજા ફેરફારને પણ મંજૂર કરી છે. મુખ્યપ્રધાન દ્વારા જે ત્વરાએ આવા નાના નગરો-શહેરોના વિકાસ નકશાઓને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી અપાય છે, તે જ ઝડપે વિકાસ નકશા મુજબના માળખાકીય સુવિધા સહિતના કામો થાય તે અંગે પણ અધિકારીઓને સૂચન કર્યું છે.