- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બે દિવસ વારાણસી-કાશીમાં જશે
- મુખ્યપ્રધાનોની વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી પરિષદમાં સહભાગી થશે
- પહેલીવાર સી.એમ. બન્યા બાદ પ્રધાનમંત્રીના માટે ક્ષેત્રમાં પ્રવાસ કરશે
ગાંધીનગર: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવાર તા. 13 ડિસેમ્બરથી બે દિવસ માટે વારાણસી કાશીના(CM Bhupendra patel will visit Kashi) પ્રવાસે જશે. મુખ્યપ્રધાન તેમના આ પૂર્વ નિર્ધારિત પ્રવાસના કારણે સોમવાર અને મંગળવાર એટલે કે 13 અને 14મી ડિસેમ્બરે સામાન્ય નાગરિકો-પ્રજાજનો મુલાકાતીઓને ગાંધીનગરમાં મળી શકશે નહીં. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવાર તા. 13 અને મંગળવાર તા. 14 ડિસેમ્બર એમ બે દિવસોએ વારાણસી-કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી ભાજપા શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોની પરિષદમાં સહભાગી થવા જવાના છે.
વડાપ્રધાન મોદી દ્વારા કોરીડોરનું ઉદ્ઘાટન કરાશે
વિશ્વના નાથ બાબા વિશ્વનાથનો ભવ્ય કોરિડોર તૈયાર થઈ ગયો છે. હવે માત્ર લોન્ચિંગની રાહ જોવાઈ રહી છે. જ્યાં આ ભવ્ય કોરિડોરનું સ્વપ્ન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Modi)સાકાર કર્યું હતું, તો બીજી તરફ આ સ્વપ્નનો પાયો 1916માં મહાત્મા ગાંધીએ નાખ્યો હતો. હા, 1916માં જ્યારે મહાત્મા ગાંધી બનારસ હિંદુ યુનિવર્સિટીના(Banaras Hindu University ) સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા, ત્યારે તેમણે વિશ્વનાથ ધામની ગલીઓ, અહીંની ગંદકી જોઈને ચિંતા વ્યક્ત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 માર્ચ 2019ના રોજ વિશ્વનાથ ધામનો શિલાન્યાસ કરતી વખતે રાષ્ટ્રપિતાના આ સ્વપ્નનો ઉલ્લેખ કર્યો હતો અને વચન આપ્યું હતું કે તેઓ વિશ્વનાથ મંદિરના ચહેરાને ભવ્ય વિશ્વનાથ ધામમાં પરિવર્તિત કરીને બાપુના આ સ્વપ્નને (Mahatma Gandhi dream)સાકાર કરશે. લગભગ 32 મહિના પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીનું ભવ્ય કોરિડોરનું સપનું પૂરું કર્યું.