ગુજરાત

gujarat

ETV Bharat / city

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યા પછી ગણાવી ગુજરાતની સિદ્ધિઓ

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીમાં ધ્વજવંદન કરી 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી CM Bhupendra Patel hoisted the flag in Aravalli કરી હતી. અહીં મોડાસા ખાતે રાજ્યકક્ષાના મહોત્સવમાં મુખ્યપ્રધાને રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી. સાથે જ તેમણે દેશ માટે બલિદાન આપનારા વીરોને પણ યાદ કર્યા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યા પછી ગણાવી ગુજરાતની સિદ્ધિઓ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યા પછી ગણાવી ગુજરાતની સિદ્ધિઓ

By

Published : Aug 15, 2022, 11:49 AM IST

Updated : Aug 15, 2022, 12:47 PM IST

અમદાવાદઅરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યકક્ષાના 76મા સ્વાતંત્ર્ય દિવસની (State Level Independence Day Celebrations in Aravalli) ઉજવણીના કાર્યક્રમમાં મુખ્યપ્રધાને મુખ્યપ્રધાને (CM Bhupendra Patel hoisted the flag in Aravalli) રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી. અહીં મુખ્યપ્રધાને દેશ માટે બલિદાન આપનારા વીરોને યાદ કરતા જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પછી આજે ભારત જ્યાં ઊંભું છે જે પ્રગતિ કરી છે તેના પાયામાં સ્વતંત્ર વીરોનું બલિદાન છે.

CMએ વીરોના બલિદાનને કર્યું યાદમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel hoisted the flag in Aravalli) અહીં ગુજરાતના વિકાસ અંગે માહિતી આપી હતી. તેમણે 76મા સ્વાતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભારત દેશને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવી આઝાદ લોકતાંત્રિક ભારતની સ્થાપના કરનાર વીર શહીદોને યાદ કરવાનો આજે દિવસ (Independence Day 2022) છે.

ગુજરાત બધે જ અગ્રેસર: CM

CMએ આ ક્રાંતિકારીઓને કર્યા યાદ મુખ્યપ્રધાને (CM Bhupendra Patel hoisted the flag in Aravalli) જણાવ્યું હતું કે, ભારતની આઝાદીની સંઘર્ષ યાત્રા ખૂબ જ લાંબી છે. બ્રિટિશ હુકુમત સામે લગભગ 90 વર્ષ ચાલેલી આ લડત દેશ આખો એક બની લડ્યો હતો. આઝાદીની લડાઈનું નેતૃત્વ ગુજરાતની ધરાના બે સપૂતો મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે લીધું હતું. સાથેસાથે સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, અશફાક, ચંદ્રશેખર આઝાદ, લાલ-બાલ-પાલ, શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા અને સરદારસિંહ રાણા જેવા ક્રાંતિકારીઓના સાહસે પણ બ્રિટિશ હુકુમતના ગઢમાં ગાબડા પાડ્યા હતાં. એટલું જ નહીં, સરદાર સાહેબે આઝાદી બાદ ભારતને ભૌગોલિક રીતે એક કરવાનું મહાન કામ કર્યું હતું.

CMએ અમૃત મહોત્સવના કર્યા વખાણ મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, વીર સપૂતોના સાહસ, શૌર્યનું દેશવાસીઓને સતત સ્મરણ રહે એટલે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતાના 75મા વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mahotsav) ઉજવણીનો કોલ આપ્યો છે. 12મી માર્ચ 2021થી 15 ઓગસ્ટ 2023 સુધી 75 અઠવાડિયા લાંબો આ આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) તેમણે અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ઉજવાઈ રહેલા આ આઝાદીના અમૃત મહોત્સવે દેશભરમાં એક નવી ચેતના, નવી પ્રેરણા, નવા ઉમંગનો સંચાર કર્યો છે.

CMએ આ ક્રાંતિકારીઓને કર્યા યાદ

હર ઘર તિરંગાને સફળ બનાવ્યું મુખ્યપ્રધાને ‘હર ઘર તિરંગા’ અભિયાનનો (Har Ghar Tiranga) ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આપણા વડાપ્રધાનના આહ્વાનને ઝિલી લઈને કરોડો ગુજરાતીઓએ હરઘર તિરંગા અભિયાનને (Har Ghar Tiranga) સફળ બનાવ્યું છે.

ગુજરાત બધે જ અગ્રેસર મુખ્યપ્રધાને ઉમેંર્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા ઉપરાંત ખેતી, ગ્રામીણ વિકાસ વંચિતોનો વિકાસ અને ઉદ્યોગોનો પણ વિકાસ એવા હોલિસ્ટીક ડેવલપમેન્ટના ધ્યેયથી રાજ્ય સરકાર સેવારત્ છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષથી પણ વધુ સમયગાળા સુધી કોરોના મહામારીએ સમસ્ત વિશ્વની પ્રગતિને ધમરોળી નાખી, પરંતુ ગુજરાતે કોરોના સામેના જંગમાં જીત મેળવી છે. 10 કરોડ ઉપરાંત વેક્સિન ડોઝ આપીને ગુજરાત દેશભરમાં (Corona Vaccination in Gujarat) અગ્રેસર રહ્યું છે. એર એમ્બુલન્સ (Air Ambulance in Gujarat) શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

રંગારંગ અને દિલધડક સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થઈ

આરોગ્ય ક્ષેત્રે ગુજરાત અગ્રસ્થાને મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, દર અઠવાડિયે શુક્રવારે આરોગ્ય દિવસ અંતર્ગત બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રિનિંગથી સારવારનો નવતર અભિગમ્ અપનાવીને 3 કરોડથી વધુ નાગરિકોને આ સેવામાં આવરી લીધા છે. જ્યારે આયુષ્યમાન ભારત પીએમજેએવાય ‘મા’ યોજનામાં 1 કરોડ 45 લાખ લાભાર્થીઓને આવરી લીધા છે. રાજ્યના 4.5 લાખ જેટલાં નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ (Digital Health ID Card) આપવામાં આવ્યા છે. જરૂરિયાતમંદ ગ્રામીણ લોકોને આ યોજનાનો લાભ સરળતાએ મળે તે માટે તલાટી દ્વારા અપાતા આવકના દાખલા 3 વર્ષ સુધી માન્ય રાખવાનો નિર્ણય પણ કર્યો છે.

ભારતની આઝાદીમાં સ્વતંત્ર વીરોનું બલિદાનઃ CM

સરકાર ખેડૂતોની પડખે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, વાવણીથી વેચાણ સુધી રાજ્ય સરકાર ધરતીપૂત્રોની પડખે સતત એક પરિવારના સભ્યની જેમ ઊભી રહે છે. ખેડૂતોની જમીન વધુ ફળદ્રુપ બને અને રાસાયણિક ખાતરોથી જમીનને થતા નુકશાનને અટકાવવા નક્કર કાર્ય આરંભ્યું છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય (Natural farming preferred in Gujarat) આપ્યું છે. ડાંગ જિલ્લાને 100 ટકા પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.

મુખ્યપ્રધાને કર્યું ધ્વજવંદન

આ યોજનાથી લોકોને ફાયદો ગુજરાતના ખેડૂતને જો પૂરતું પાણી અને વીજળી મળે તો જગત આખાની ભૂખ ભાંગવાની એનામાં ક્ષમતા હોવાનું જણાવી મુખ્યપ્રધાને કહ્યું હતુ કે, સૌની યોજના, સુજલામ સૂફલામ યોજનાથી (Sujlam Sooflam Scheme) રાજ્યના ખૂણેખૂણે પીવાનું અને સિંચાઈનું પાણી પહોચાડ્યું છે. જળ સંચય માટે હાથ ધરેલા સૂજલામ સૂફલામ જળ સંચય અભિયાનથી 15,000 ઘનફૂટ પાણીસંગ્રહ ક્ષમતા વધી છે. આઝાદીના અમૃત મહોત્સવના (Azadi ka Amrit Mahotsav) આ વર્ષે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરના નિર્માણના આહવાનને ગુજરાતે ઝિલ્યું છે. તેના પરિણામે રાજ્યમાં આજ સુધીમાં 663 અમૃત સરોવર પૂર્ણ થયા છે.

અરવલ્લીમાં યોજાયો રાજ્યકક્ષાનો સ્વતંત્રતા દિવસ ઉજવણી સમારોહ

રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતનો વાગે છે ડંકો રાજ્યના ખેડૂતોને પાણી સાથે વીજળી પણ પૂરતી મળે તે માટે ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પગલું ઉઠાવ્યા હોવાની જાણકારી આપી મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓને વીજ વ્યવસ્થાપન માટે એ ગ્રેડ મળ્યો છે. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. એટલું જ નહીં, પરંતુ રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત અગ્રેસર (Gujarat is a leader in renewable energy) છે. તો સૌર ઊર્જા નીતિ બનાવનાર ગુજરાત દેશનુ પ્રથમ રાજ્ય (Solar Energy Policy of Gujarat) છે.

આ ક્ષેત્રે પણ ગુજરાત આગળ છે મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, સોલાર રૂફટોપના સ્થાપનમાં પણ ગુજરાત દેશભરમાં અગ્રેસર (Gujarat Leader in Solar Rooftop) છે. તેવી જ રીતે સોલાર રૂફટોપ થકી વીજ ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ભારતની કુલ રિન્યૂએબલ એનર્જીની (Gujarat is a leader in renewable energy) સ્થાપિત ક્ષમતામાં ગુજરાત 13 ટકા હિસ્સો ધરાવે છે. ભારત રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વમાં ચોથા સ્થાને છે. ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં રિન્યુએબલ એનર્જી ઊર્જા ઉત્પાદન ક્ષમતા 16 ગણી વધી છે એમ તેમણે ઉમેર્યું હતું.

શાળા પ્રવેશોત્સવે ગુજરાતને આગળ વધાર્યું તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની સાથે સામાજિક સેવાક્ષેત્રોમાં પણ રાજ્ય સરકારે વિકાસ કર્યો છે. આપણા વડાપ્રધાને શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અભિયાનને ગુજરાતે વેગપૂર્વક આગળ ધપાવ્યું છે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં પહેલા ધોરણમાં પોણા 6 લાખ બાળકો અને આંગણ વાડીમાં અઢી લાખ ભૂલકાંઓનો પ્રવેશ કરાવ્યો છે.

શાળામાં માળખાકીય સગવડો વધારા માટે યોજના અમલમાં રાજ્યની શાળાઓમાં માળાખાકીય સગવડો અને શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે મિશન સ્કૂલ ઑફ એક્સેલેન્સ યોજનાનો (Mission School of Excellence scheme) યોગ્ય અમલ કરવામાં આવ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) નિમિત્તે 50 જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ (Jnanshakti Residential School) સામાજિક ભાગીદારીના ધોરણે શરૂ કરી 1 લાખ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું આયોજન કરાયું છે.

મહિલાઓનો થયો વિકાસ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત અગ્રેસર હોવાનું મુખ્યપ્રધાને કહ્યું હતું કે, સગર્ભા અને ધાત્રી માતા તથા બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' (Mukhyamantrai Matrushakti Yojana) માટે 850 કરોડ રૂપિયા ફાળવ્યા છે. રાજ્યની 11 લાખ ગંગાસ્વરૂપા બહેનોને પ્રતિમાસ અપાતી 1,250 રૂપિયાની આર્થિક સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા થાય છે. તો ઉજ્જવલા યોજના હેઠળ પ લાખથી વધુ મહિલાઓને રાંધણગેસ કનેક્શન આપી ધુમાડામાંથી મુક્તિ આપાઈ છે.

આવાસ જરૂરિયાત બન્યું આવાસ એ માનવીની મુળ જરૂરિયાત છે ત્યારે ગુજરાતના ગામે ગામમાં પાકા આવાસની સુવિધા મળતી થઈ છે. ગામડાના લગભગ તમામ ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા રાજ્ય સરકારે નિર્માણ કરી છે. આજે ગુજરાતના તમામ ગામોમાં ઓપ્ટીકલ ફાઈબર નેટવર્કથી (Optical fiber network) ડિજિટલ સેવાઓ સુલભ બની છે.

મહેસૂલી સેવાના નિયમોમાં કર્યા ફેરફારસરકારે મહેસૂલી સેવાઓ સરળ અને ઝડપી બનાવી છે. વર્ષો જૂના 24 જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓ નાબુદ કરીને નાગરિકોને પડતી મુશ્કેલી એક ઝાટકે દૂર કરવાનો નિર્ણય ગુજરાતે કર્યો છે. સિટિઝન સેન્ટ્રીક સેવાઓમાં ટેકનોલોજીના ઉપયોગથી ઈઝ ઓફ લિવિંગ વધાર્યું છે. સાથો સાથ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસથી સાકાર કર્યું છે. પારદર્શક નીતિ, સાફ નિયત અને સ્પષ્ટ લક્ષ્યના કારણે ગુજરાત દેશમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ ધરાવતું રાજ્ય (Foreign Investment in Gujarat) બનીને ઉભરી આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોચૂંટણી પહેલાં CM ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને આપી ભેટ

ગુજરાતના સપના થયા સાકાર મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, ઉત્તમ આંતરમાળખાકીય સુવિધાઓ, ઉદ્યોગ ફ્રેન્ડલી ઈન્ડસ્ટ્રિયલ પૉલિસી, કૌશલ્યવાન શ્રમિકો, વીજળીની ઉપલબ્ધી વગેરેને કારણે ગુજરાત બેસ્ટ અને સસ્ટેનેબલ સુવિધા ધરાવતું રાજ્ય બન્યું છે. ગુજરાત દેશનું સિરામિક હબ, ડાયમંડ હબ, ફાર્માસ્યુટિકલ હબ, પેટ્રોકેમિકલ હબ, ટેક્સટાઇલ હબ, ઓટોમોબાઇલ અને ઇન્ડસ્ટ્રીયલ હબ છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટી- ગિફ્ટ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, સૌથી પહેલો સોલાર પાર્ક, સૌથી મોટો રોપ વે વગેરે પણ સાકાર થયા છે.

ગુજરાતની પૉલિસી સારી મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાત સેમિકન્ડક્ટર પૉલિસી, બાયોટેકનોલોજી અને આઈટી પૉલિસી, ડ્રોન પૉલિસી, હેરીટેજ ટુરિઝમ પૉલિસી, ઇલેક્ટ્રીક વિહિકલ પૉલિસી જેવી વિકાસલક્ષી નીતિઓ ઘડી પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું છે. ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ, ઇઝ ઓફ લોજિસ્ટિક- લીડ ઇન્ડેક્ષ, પીએમ ગતિ શક્તિ પ્લાન, સ્વચ્છતા અભિયાન, ઓ.ડી.એફ. રેન્કિંગ, સસ્ટેનેબલ ડેવલપમેંટ ગોલ ઇન્ડેક્સ, આવા અનેક માનાંકોમાં ગુજરાત ઘણા વર્ષોથી અવ્વલ સ્થાન મેળવી રહ્યું છે. તો દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર, બૂલેટ ટ્રેન, ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર, હાઇબ્રીડ એનર્જી પાર્ક જેવા કંઈક મોટા વિકાસના નજરાણા દેશને આપવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચોચુંટણી પહેલા સરકાર પ્રજાને ખુશ કરવાના મૂડમાં

CCTV કેમેરાથી રાખવામાં આવે છે નજરમુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, આજે રાજ્યના 34 જિલ્લા મથકો અને 6 પ્રવાસન સ્થળો સહિત 7,000થી વધુ CCTV કેમેરાનું અભેદ નેટવર્ક ગુજરાતની જનતાની સલામતી અને સુરક્ષા માટે સજ્જ છે. લાઈન નહીં, ઓનલાઈનના કાર્ય મંત્ર સાથે રાજ્યમાં e-FIR સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુડ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત આજે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે.

મુખ્યપ્રધાને લોકોનું અભિવાદન ઝિલ્યું તો રાજ્યકક્ષાના આ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યના મુખ્યસચિવ પંકજકુમાર તથા પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ મુખ્યપ્રધાન સાથે રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી. તો અહીં વેલીફાયરિંગ (હર્ષધ્વની) સાથે ઉપસ્થિત જનમેદનીએ તિરંગાને દેશભાવ સાથે સલામી હતી. ત્યારબાદ મુખ્યપ્રધાને ખૂલ્લી જિપમાં બેસી નાગરિકોનું અભિવાદન ઝિલ્યું હતું. આ ઉપરાંત અહીં રંગારંગ અને દિલધડક સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થઈ હતી. આ કાર્યક્રમ બાદ મુખ્યપ્રધાન તથા અહીં ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

Last Updated : Aug 15, 2022, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details