અમદાવાદ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે શનિવારે અમદાવાદ ખાતેથી ‘સિનેમેટિક ટૂરિઝમ પોલિસી- 2022-2027’ જાહેર કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રવાસન પ્રધાન પૂર્ણેશ મોદી અને પ્રવાસન રાજ્ય પ્રધાન અરવિંદ રૈયાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ, અતિથિ વિશેષ તરીકે અભિનેતા અજય દેવગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના પ્રવાસન વિભાગે ફિલ્મ ઉદ્યોગ જગતમાં ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે તેમજ સ્થાનિક ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે નવી ‘સિનેમેટિક ટૂરિઝમ પોલિસી 2022-2027’ ઘડી છે.
ફિલ્મ પોલીસી લોન્ચઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અજય દેવગણની ઉપસ્થિતિમાં ગુજરાતની સૌ પ્રથમ સિનેમેટીક ફિલ્મ પોલિસી-2022નું અમદાવાદમાં લોન્ચિંગ કર્યુ હતું. પ્રવાસન પ્રધાન પૂર્ણેશ મોદી, રાજ્ય પ્રધાન અરવિંદ રૈયાણી તેમજ ફિલ્મ અને સિરિયલ્સના સુપ્રસિદ્ધ કલાકાર પદ્મશ્રી મનોજ જોષી, હિતુ કનોડિયા સહિત ચલચિત્ર જગત સાથે સંકળાયેલા ગણમાન્ય આમંત્રિતો આ લોન્ચિંગ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાને આ સિનેમેટીક ફિલ્મ પોલિસી ગુજરાતમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજનીતિનો નવો યુગઃ મુખ્યપ્રધાને ક્હ્યુંકે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમા વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે અને ગુજરાત એમના જ માર્ગ દર્શનમા દેશનું વિકાસ મોડલ બન્યું છે. ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ છે. વિશ્વના રોકાણકારો,વયસાયકારો માટે પસંદગીનું પ્રથમ સ્થાન બની ગયું છે. આત્મ નિર્ભર ગુજરાતના નિર્માણથી આત્મનિર્ભર ભારત માટે આ પોલીસી ઉપયુક્ત બનશે.
મોટો પ્રોજેક્ટઃ આ પોલિસી ફિલ્મ મેકીંગ ક્ષેત્રના સર્વિસ પ્રોવાઇડર્સને એક મંચ પર લાવી પ્રવાસન વિકાસને પણ અપ્રતિમ વેગ આપશે. આ નવી પોલિસી ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટે સક્ષમ તકો ઉભી કરશે તેમજ સ્થાનિક લોકોને રોજગારીના અવસર પણ આપશે. આ પોલિસી લોન્ચિંગ સાથે મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટીંગ સ્કૂલ સહિતના વિવિધ વિષયોમાં રોકાણો માટેના કુલ રૂ.1022 કરોડના ચાર એમ.ઓ.યુ. પ્રવાસન વિભાગ સાથે કેટલાક રોકાણકારો દ્વારા કરવામાં આવ્યા હતા. અભિનેતા અજય દેવગણે પણ રાજ્યમાં ફિલ્મ મેકીંગ અને સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના એમ.ઓ.યુ. કર્યા હતા
પોલિસીનો મુસદ્દો તૈયાર : આ માટે ફિલ્મ અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ મુખ્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી આ પોલિસીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. આ નીતિ (પોલિસી)નો હેતુ ફિલ્મ શૂટિંગ માટે ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે. જે રાજ્યમાં ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન-સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકે છે. રાજ્ય સરકારે પ્રવાસનને ઉદ્યોગનો દરજ્જો આપી વર્ષ 2015માં સૌ પ્રથમવાર પ્રવાસન પોલિસીની જાહેરાત કરી હતી ત્યારબાદ હોમ સ્ટે પોલિસી અને હેરિટેજ પોલિસી પણ રાજ્ય સરકારે જાહેર કરી છે.
અજય દેવગણે કહ્યું કે, હુંભુપેન્દ્ર પટેલનોઆભાર વ્યક્ત કરૂ છું, જેના કારણે મને આમંત્રણ મળ્યું છે. ગુજરાતમાં ઘણી ફિલ્મો શુટ કરી છે. આ અનુભન ખૂબ જ સારો રહ્યો છે. અહીંનું કલ્ચર ખૂબ સારૂ છે. લોકેશન અને મજાકમાં ખાવાની વાત કરીએ છીએ. PROને ગુજરાતી થાળી મેનેજ કરવાનું કહીએ છીએ, ખૂબ જ સારા લોકો છે. મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. મને ખુશી થાય છે કે, આ પોલીસીથી ફિલ્મો, સ્ટેટ અને કલાકારોને ખૂબ મોટો ફાયદો થશે. ગુજરાત સાથે ઘણી બધી રીતે જોડાયેલો છું. પાંચથી સાત સ્ક્રિન અહીં કામ કરે છે. આવાનાર વર્ષોમાં 15થી 20 સ્ક્રિન અને શુટિંગનું પ્લાનિંગ છે. આ ઉપરાંત અજય દેવગણ સ્ટેજ પરથી અજય દેવગણે ડાયલોગ બોલ્યા હતા.