ગુજરાત

gujarat

ETV Bharat / city

CM Bhupendra Patel : અમદાવાદના ગોતામાં મુખ્યપ્રધાન ઘેરઘેર ગયાં અને કર્યું આ કામ - મુખ્યમંત્રી આવાસ યોજના

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અમદાવાદના ઘાટલોડિયાના પોતાના મતવિસ્તારમાં આવ્યાં હતાં. જોકે આ સમયે તેઓ ફક્ત જનતાના લાભાર્થે નહોત આવ્યાં. તેઓ ભાજપ સદસ્યતા અભિયાનને (BJP Membership drive ) લઇને અહીં પ્રચાર માટે આવ્યાં હતાં.

CM Bhupendra Patel : અમદાવાદના ગોતામાં મુખ્યપ્રધાન ઘેરઘેર ગયાં અને કર્યું આ કામ
CM Bhupendra Patel : અમદાવાદના ગોતામાં મુખ્યપ્રધાન ઘેરઘેર ગયાં અને કર્યું આ કામ

By

Published : Jun 18, 2022, 8:59 PM IST

અમદાવાદ- તાજેતરમાં જ ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે ભાજપના કાર્યકર તરીકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં આ અભિયાન અંતર્ગત ભાજપના પ્રચાર માટે ગયા હતાં.

ભાજપના કાર્યકર તરીકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ લોકો વચ્ચે ગયાં હતાં

આ પણ વાંચોઃ ગુજરાતના નવા CM ભુપેન્દ્ર પટેલ કાર્યલય પહોંચતાની સાથે લોકોમાં ઉત્સાહનો માહોલ

મુખ્યમંત્રી આવાસ યોજનામાં કર્યો અભિયાનનો પ્રચાર-મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ગોતામાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજના (Mukhyamantri Awas Yojana) અંતર્ગત બનેલા ચાણક્ય એપાર્ટમેન્ટમાં ગયા હતાં. જ્યાં તેમણે ભાજપમાં કાર્યકર બનવા માટે લોકોને અનુરોધ કર્યો હતો. તેમણે તે માટેનો નંબર પણ લોકોને આપ્યો હતો. મુખ્યપ્રધાનેે જણાવ્યું હતું કે, 1980 માં ખૂબ જ ઓછા સભ્યો સાથે શરૂ થયેલી પાર્ટી આજે 18 કરોડથી વધુ પ્રાથમિક સભ્યો ધરાવતી પાર્ટી બની છે. અમદાવાદ શહેરમાં 07 લાખથી વધુ અને ઘાટલોડિયા વિધાનસભાના અંતર્ગત 65 હજારથી વધુ ભાજપના પ્રાથમિક સભ્યો નોંધાયેલા છે.

આ પણ વાંચોઃ Gujarat Election 2022 : ઘાટલોડિયા વિધાનસભા બેઠક કે જેમણે ગુજરાતને આપ્યા બે મુખ્યપ્રધાન, જાણો તેમની વિશેષતા

મુખ્યપ્રધાન સાથે ભાજપના આ હોદ્દેદારો ઉપસ્થિત -કેટલાક ઘરોમાં જઈને સ્ટીકર્સ પણ મુખ્યપ્રધાને (CM Bhupendra Patel)જાતે લગાવ્યા હતાં. તેઓ લોકોને મળ્યા હતાં અને મહિલાઓની વાતો પણ સાંભળી હતી. તેમણે લોકોને કામ કરવાનું વચન આપ્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ભાજપના શહેર અધ્યક્ષ અમિત શાહ, પ્રદેશના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, ઘાટલોડિયા વિધાનસભાના પ્રભારી ડોક્ટર અનિલ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details