અમદાવાદઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મહત્વનો નિર્ણય (CM Announcement for Government Employees) કર્યો છે. હવે તેમને મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો (Increase in dearness allowance of government employees) મળશે. 1 જાન્યુઆરી 2022થી તેનો અમલ થશે. આ સાથે જ સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ અને પેન્શનર્સ મળી 9.38 લાખ લોકોને લાભ મળશે.
આ પણ વાંચોબનાસ ડેરી સાધારણ સભા : રુપાલાની હાજરીમાં શંકર ચૌધરીએ કરી પશુપાલકોને ભાવ ફેરની મોટી જાહેરાત
આ રીતે ચૂકવાશે મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2022થી મળવાપાત્ર થતા મોંઘવારી ભથ્થાને (Increase in dearness allowance of government employees) 7 મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં (Increase in dearness allowance of government employees) આવશે. જ્યારે પ્રથમ હપ્તો ઑગસ્ટ 2022, બીજો હપ્તો સપ્ટેમ્બર 2022ના પગાર સાથે તેમ જ ત્રીજો હપ્તો ઓક્ટોબર મહિનાના પગાર સાથે અપાશે. આ મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ માત્ર સાતમા પગારપંચનો લાભ જે કર્મચારીઓને આપવામાં આવ્યો છે. તેમને જ મળશે.
આ પણ વાંચોઆદિવાસી વિસ્તારને લઈને સરકારની મોટી જાહેરાત, મળશે આ મોટા લાભ
નાણાકીય બોજ વધશે મુખ્યપ્રધાનના આ નિર્ણયથી (CM Announcement for Government Employees) રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો (Increase in dearness allowance of government employees) લાભ મળશે. આ નિર્ણયથી (CM Announcement for Government Employees) રાજ્ય સરકારને વાર્ષિક અંદાજે 1,400 કરોડ રૂપિયાનું નાણાકીય બોજ વધશે.