અમદાવાદ : આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને અમદાવાદમા શાહીબાગ ખાતે આવેલા સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત (Cm Kejriwal Gujarat VIsits) કરી હતી. ઉલ્લેખનીય છે કે, આજે આ બન્ને નાતઓનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન આ પણ વાંચો :પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટીનું મિશન ગુજરાત
ભગવાન સ્વામિનારાયણના કર્યા દર્શન :અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિર (kejriwal Visits Swaminarayan Temple) ખાતે બન્ને મહાનુભાવોના આગમનને લઇને ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મંદિરના સ્વયંસેવકોએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું સ્વાગત કર્યું હતું. આ બાદ બન્ને નેતાઓએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. આ સાથે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની મુલાકાત કરી હતી.
આ પણ વાંચો :દિલ્હી - પંજાબના CM એ આ રીતે ચરખો ચલાવ્યો, જૂઓ વીડિયો..
સ્વામિનારાયણ સંપ્રદાયલ દ્વારા સ્વાગત:આખા વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાય ફેલાયેલો છે. તેના મૂળ ગુજરાતમાં પડેલા છે. પાટીદાર સમાજ સૌથી વધુ સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરે છે. ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની આ મંદિરની મુલાકાત સૂચક હતી.