અમદાવાદસમગ્ર શહેરમાં ગણેશોત્સવનો માહોલ (ganesh festival 2022) જામ્યો છે. ત્યારે શાહીબાગમાં રહેતા લોકોએ હાથેથી માટીના (Ganesh Festival) ગણેશજીની મૂર્તિબનાવવામાં રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં રાધે યુવક મંડળના (Radhe Yuvak Mandal) સભ્યોએ આવનારી પેઢીઓને ભગવાન પ્રત્યેની આસ્થા વધે અને સારા સંસ્કારનું સિંચન થાય તે હેતુથી માટીના ગણપતિ (Ganesh Festival) બનાવવાનું નક્કી કર્યું હતું.
આવનારી પેઢીઓને ભગવાન પ્રત્યેની આસ્થા વધે તે હેતુથી બનાવી મૂર્તિ માત્ર માટીના જ ગણપતિ બનવાનો ઉદ્દેશરાધે યુવક મંડળના (Radhe Yuvak Mandal) સભ્ય સુનિલભાઈએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં ગણપતિ મહોત્સવનું Ganesh Festival) ભારે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મોટા ભાગના લોકો POPની મૂર્તિ ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે, પરંતુ અમારી સોસાયટીના તમામ પરિવારોએ જાતે જ ગણપતિની મૂર્તિનું નિર્માણ કરવાનું નિર્ણય કર્યો હતો. તેના ભાગરૂપે 7 વર્ષથી લઈને 70 વર્ષના વૃદ્ધ લોકોએ પણ માટીના ગણપતિ (Ganesh Festival) બનાવવામાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.
7 વર્ષથી લઈને 70 વર્ષના વૃદ્ધ લોકોએ પણ માટીના ગણપતિ બનાવવામાં પોતાની ભાગીદારી નોંધા એક જગ્યા પર બેસીને મૂર્તિ બનાવીતેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી સોસાયટીના તમામ સભ્યોએ 108 મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં તો 108 મૂર્તિ બનાવી તો તેની સમસ્યા ઉદભવી હતી. પરંતુ નાના બાળકો અને મોટાઓનો ઉત્સાહ જોઈને 108ની જગ્યા પર 121 માટેની ગણપતિની મૂર્તિઓ તૈયાર થઈ હતી. આ તમામ મૂર્તિઓ સોસાયટીના કમ્પાઉન્ડમાં એક જ જગ્યાએ બેસીને તમામ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી હતી.
બાળકોને સારા સંસ્કારનો સિંચન થાય તે હેતુ હાથથી બનાવી શકાય છે સુંદર મૂર્તિલોકોને અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, માટીની મૂર્તિ (Ganesh Festival) આપણે પોતાના હાથથી સારી અને સુંદર બનાવી શકીએ છીએ. આ રીતે બનાવવાથી ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા જાગે છે. સાથે સાથે આપણે આપણા બાળકોને સારા સંસ્કારનો સિંચન થાય છે. આપણી આવનારી પેઢીમાં ભગવાન પ્રત્યેની આસ્થા વધે છે. જેને લઈને સોસાયટીના તમામ સભ્યો દ્વારા માટીના ગણપતિ (Ganesh Festival) બનાવવાનું નક્કી કર્યું હતું.
ગણેશજીની મૂર્તિ બનાવવામાં એક રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો આવતા વર્ષે મુખ્ય મૂર્તિ પણ જાતે બનાવાશેઆ વર્ષે ગણપતિની મુખ્ય મૂર્તિ બજારમાંથી લાવવામાં આવી હતી, પરંતુ આવનારા વર્ષે ગણપતિની મુખ્ય મૂર્તિ પણ જાતે જ બનાવવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ માટેની મૂર્તિઓને સોસાયટીના કમ્પાઉન્ડમાં જ વિસર્જન કરવામાં આવશે. તેનું પાણી સોસાયટીની આજુબાજુ આવેલા વૃક્ષોમાં અને તેની માટી (Ganesh Festival) પણ વૃક્ષો વાવવામાં ઉપયોગમાં લેવામાં આવશે.