અમદાવાદસિવિલ મેડિસિટીમાં (Civil Medicity Organ Donation in Ahmedabad ) કિડની, લીવર, સ્વાદુપિંડ, ગર્ભાશય બાદ હવે હૃદયનું પણ પ્રત્યારોપણ સફળતાપૂર્ણ કરવામાં આવ્યું છે. નવલી નવરાત્રિના પ્રથમ નોરતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા 92મા અંગદાન થકી મળેલા હૃદયનું યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ (UN Mehta Hospital First heart transplant)કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં પ્રથમ વખત હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.
તમામ સુવિધાઓ એક જ મેડિસિટી કેન્દ્રમાં આ સંદર્ભે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા સ્વપ્નના ફળ આજે મળતા થયા છે. એક જ કેમ્પસમાં તમામ મલ્ટિસ્પેશ્યાલિટી સુવિધાઓ ઉપલબ્ધ બને તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશ હેઠળ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સિવિલ મેડિસિટીનું ડેવલપમેન્ટ (Ahmedabad Civil Medicity Development ) કરવામાં આવ્યું છે. હૃદય, કિડની, કેન્સર, દાંત, આંખ, મહિલાઓ અને બાળ રોગ સહિતની તમામ પ્રકારની સુવિધાઓ એક જ મેડિસિટી કેન્દ્રમાં ઉપલબ્ધ બની છે, જેનો લાભ દર્દીઓને સરળતાથી મળી રહ્યો છે.
સિવિલ હોસ્પિટલ કેમ્પસનું ડેવલપમેન્ટ અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જ પર વડોદરા, સુરત અને રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલ કેમ્પસનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે 21 મહિનામાં 92 જેટલા અંગદાન થયા છે. જેમાં મહત્વની વાત એ છે કે, અંગદાનમાં મળેલા અંગોનું સિવિલ મેડિસિટીની જ કિડની ઈન્સ્ટીટ્યૂટમાં કિડની , લીવર, સ્વાદુપીંડ અને યુટ્રસનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં વધુ એક પ્રત્યારોપણનો ઉમેરો થઇને સરકારી હોસ્પિટલમાં હૃદયનું પ્રત્યારોપણ પણ હવે શરૂ થયું છે.
પરિવારજનોનું કાઉન્સેલિંગ કરીને અંગદાનસિવિલ હોસ્પિટલના 92મા અંગદાનની વિગતો જોઇએ તો, મૂળ યુ.પી.ના અને ગુજરાતમાં સ્થાયી થયેલા 24 વર્ષના રોહિત એકાએક પડી જતા માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી. ઇજા ગંભીર હોવાથી પરિવારજનો તેને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા ત્યારબાદ તેને વધુ સઘન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ પ્રયાસો બાદ પણ હાલત અતિ ગંભીર બનતાં અંતે 26મી સપ્ટેમ્બરના રોજ તેમને બ્રેઇનડેડજાહેર કરવામાં આવ્યા હતા. તબીબો દ્વારા બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા (Family Counseling by Civil Hospital team) પરિવારજનોનું કાઉન્સેલિંગ કરીને અંગદાન માટેની પ્રેરણા આપવામાં આવી.
પરિવારજનોએ પણ અંગદાન માટે સંમતિદર્શાવી રોહિતને રીટ્રાઇવલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. 8 કલાકની મહેનત બાદ બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મળ્યું હતું. જેમાંથી હૃદયને સૌ પ્રથમ વખત સિવિલ મેડિસિટીની જ યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં (UN Mehta Hospital) દાખલ 16 વર્ષના ગાંધીનગરના યુવકમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું હતું.