અમદાવાદ:અમદાવાદ સિવિલ હૉસ્પિટલ (Civil Hospital Ahmedabad) તંત્ર દ્વારાડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ડિજિટલ પહેલ હાથ ધરવામાં આવી છે. સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે ઑનલાઇન પેમેન્ટ સુવિધા (Civil Hospital Ahmedabad Online payment facility) શરૂ કરવામાં આવી છે. આ વિશે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિટેન્ડન્ટ (Ahmedabad Civil Superintendent) ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પેમેન્ટ ચૂકવણી કરવામાં સરળતા રહે તે માટે ઑનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે.
ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને QR કોડ સ્કેન કરીને ચૂકવણી કરી શકાશે- અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં હવેથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા QR કોડ સ્કેન કરી ચૂકવણી કરી શકાશે. જેમાં સિવિલ હોસ્પિટલમાં હવેથી યુઝર ચાર્જ રોકડાની સાથે ક્રેડિટ, ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને તેમજ વિવિધ ઓનલાઇન એપ્લિકેશન અને પ્લેટફોર્મના માધ્યમથી અને QR કોડ સ્કેન કરીને પણ નાણા સ્વીકારવામાં આવશે. ત્યારે આ સેવાથી સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગા કે જેઓને CT સ્કેન, MRI, સોનોગ્રાફી, એક્ક્ષ-રે, સ્પેશિયલ રૂમ, હેલ્થ પરમિટ જેવા રિપોર્ટ અને સેવાઓમાં ભરવામાં આવતા નાણા ઓનલાઇન ચૂકવી શકાશે.
આ પણ વાંચો:Organ donation: અમદાવાદમાં અંગદાનથી 6 વ્યક્તિઓના જીવનમાં ખુશીઓનો રંગ