- ટેક્સીના હપ્તા કાઢવા અઘરા પડી રહ્યા છે
- છેલ્લા 6 મહિનાથી ટેક્સીઓ ધૂળ ખાઈ રહી છે
- હાલમાં માત્ર ઓફિસ અને દવાખાના માટે ટેક્સી ચાલી રહી છે
અમદાવાદઃ કોરોનાની મહામારીમાં મોટા ભાગના ધંધાઓ પર મોટી અસર થઈ છે. પ્રવાસન ઉદ્યોગમાં ચાલતી ટેક્સીઓ હાલ છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં છે. કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા પ્રવાસન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદના ટેક્સી ડ્રાઇવર એસોસિએશનના સભ્ય અલ્પેશ ત્રિવેદીએ કહ્યું કે, કોરોનાની મહામારીમાં લોકો ઘરની બહાર નીકળતા નથી ત્યારે પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલી ટેક્સીઓ પણ છેલ્લા 6 મહિનાથી બંધ છે.
આ પણ વાંચોઃકોરોના સંક્રમણની વિપરીત અસરો હવે બજારો પર, સૂકા મસાલા અને મરચાના બજારમાં 50 ટકા ગ્રાહકો ઘટ્યા
પ્રવાસન સાથે સંકળાયેલી 70 ટકા ટેક્સી બંધ
કોરોનાની મહામારીમાં ટેક્સી ડ્રાઈવર એસોસિએશનના સભ્યે જણાવ્યું હતું કે, ખાનગી ઓફિસોમાં ચાલતી ટેક્સી, હોટલમાં ચાલતી ટેક્સી, અને દવાખાનામાં ડોક્ટરો માટે ચાલતી ટેક્સી તેમજ સરકારી ઓફિસોમાં કોન્ટ્રાક્ટ પ્રમાણે ચાલતી ટેક્સીઓ જ ચાલી રહી છે. આ પ્રકારની ટેક્સીઓ માત્ર 30 ટકા જેટલી જ છે. બાકીની 70 ટકા જેટલી ટેક્સીઓ પ્રવાસન સાથે સંકળાયેલી છે.