- અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત
- કલેક્ટર કચેરી દ્વારા 868 વ્યક્તિઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી
- ભારતની નાગરિકતા મળતા તેઓ ખુશ થયા અને આભાર માન્યો
અમદાવાદ : જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે (District Collector Sandeep Sagle) દ્વારા લઘુમતી 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા. નવા 8 પાકિસ્તાની હિન્દુઓએ નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારાયું હતું. અત્યાર સુધીમાં કલેક્ટર દ્વારા 868 લોકોને નાગરિકતા પત્ર એનાયત (indian Citizenship ) કરવામાં આવ્યા છે.
IB ટીમ અરજીદતાઓની ચકાસણી કરે છે
રાજ્ય અને કેન્દ્રની IB ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં 9 વ્યક્તિઓની પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે.