ગાંધીનગરના નાગરિકોને 24 કલાક પાણી મળશે, અમિત શાહના હસ્તે યોજનાનું ખાતમુહૂર્ત - ખાતમુહૂર્ત
ગાંધીનગર શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરાયા બાદ શહેરમાં વસતાં નાગરિકોની સુવિધાઓ વધારવામાં આવી રહી છે. ત્યારે શહેરની સુવિધામાં આજે વધુ એક મોરપીંછ ઉમેરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરને આવનારા દિવસોમાં 24 કલાક પાણી મળી રહે તે માટે 229 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
![ગાંધીનગરના નાગરિકોને 24 કલાક પાણી મળશે, અમિત શાહના હસ્તે યોજનાનું ખાતમુહૂર્ત ગાંધીનગરના નાગરિકોને 24 કલાક પાણી મળશે, અમિત શાહના હસ્તે યોજનાનું ખાતમુહૂર્ત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8833666-thumbnail-3x2-water-7205128.jpg)
ગાંધીનગરના નાગરિકોને 24 કલાક પાણી મળશે, અમિત શાહના હસ્તે યોજનાનું ખાતમુહૂર્ત
ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં હાલમાં પીવાના પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં સમાવિષ્ટ કરાયેલાં ગામડાઓને પાણી માટે વલખા મારવા પડે છે. ઉનાળાની સિઝનમાં નાગરિકો ત્રાહિમામ પોકારી જાય છે. ત્યારે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આજે ગાંધીનગર શહેરના સેક્ટર 9માં પાણી પુરવઠા બોર્ડની જગ્યામાં 24 કલાક પાણી મળી રહે તે માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરના નાગરિકોને 24 કલાક પાણી મળશે, અમિત શાહના હસ્તે યોજનાનું ખાતમુહૂર્ત