ગુજરાત

gujarat

ETV Bharat / city

દર્શકોની આતુરતાનો અંત, 15 ઓક્ટોબરથી સરકારી ગાઈડલાઈન મુજબ સિનેમાઘરો ખુલશે - Cinemas open

સરકાર દ્વારા આગામી 15 ઓક્ટોબરથી સિનેમા હોલ-મલ્ટિપ્લેક્સ ખોલવા માટે સરકાર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના વિવિધ મલ્ટિપ્લેક્સમાં સાફસફાઈ અને સેનેટાઈઝેશનનું કાર્ય પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે. મલ્ટિપ્લેક્સના માલિકો કોરોનાના આ સમયમાં સરકારી ગાઈડલાઈનને અનુસરીને પ્રેક્ષકોને આવકારવા માટે આતુર છે.

અમદાવાદમાં 15 ઓક્ટોબરથી ખુલશે સરકારી ગાઈડલાઈન પ્રમાણે સિનેમાઘરો
અમદાવાદમાં 15 ઓક્ટોબરથી ખુલશે સરકારી ગાઈડલાઈન પ્રમાણે સિનેમાઘરો

By

Published : Oct 8, 2020, 7:30 PM IST

અમદાવાદઃ ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણને કારણે માર્ચ મહિનાથી ફિલ્મ થિયેટર અને નાટ્યગૃહો બંધ હતાં ત્યારે હવે જ્યારે મલ્ટિપ્લેક્સ શરૂ થવાના છે. ETV Bharat દ્વારા અમદાવાદના વાઈડ એંગલ મલ્ટિપ્લેક્સની મુલાકાત લેવામાં આવી હતી. આ વિષય પર અમદાવાદના જાણીતા મલ્ટીપ્લેક્સ વાઈડ એંગલના મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર સરકારી ગાઈડ લાઇન મુજબ 50 ટકા બેઠક વ્યવસ્થા, માસ્ક, થર્મલ સ્ક્રીનિંગને ફરજિયાત કરવામાં આવ્યા છે.

સરકારી ગાઈડલાઈનને અનુસરીને પ્રેક્ષકોને આવકારવા માટે આતુર થિયેટરમાલિકો
હાલ ખાવા માટે માત્ર પેક ફૂડ અને ઓનલાઇન ડિલિવરી લેવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ફિલ્મોની ટિકિટ માટે વધારે એડવાન્સ બુકિંગ પર ભાર મૂકવામાં આવશે અને પ્રેક્ષકોએ ઓનલાઇન ટિકિટ ખરીદવી પડશે. મલ્ટિપ્લેક્સની નિયમિત સાફસફાઇ કરવામાં આવશે અને ઇન્ટરવલમાં લિમિટેડ દર્શકો જ બહાર નીકળે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.
સિનેમાઘરોમાં ફૂડ, ટિકીટ અને ઇન્ટરવલમાં નિયમો બદલાઈ જશે
સરકાર દ્વારા આપવામાં આવેલી કોરોના સામે જાગૃતિ માટે એક મિનિટની ફિલ્મ પણ થિયેટરમાં બતાવવામાં આવશે. આ સિવાય મલ્ટિપ્લેક્સ દ્વારા દરેક ફિલ્મનો શૉ પૂરો થયા પછી સાફસફાઈ સાથે જ સેનેટાઈઝેશન ફરજિયાત કરવામાં આવશે.મનન દવેનો વિશેષ અહેવાલ, ઇટીવી ભારત અમદાવાદ

ABOUT THE AUTHOR

...view details