- CIIએ બજેટ માટે નાણાં પ્રધાનને કરી ભલામણ
- સરકારી ખર્ચ વધારવા કરી ભલામણ
- 3 વર્ષ માટે ડેફિસિટ મેનેજમેન્ટ કરવું પડશે
અમદાવાદઃ CIIએ બજેટ 2021 માટે નાણાં પ્રધાનને ભલામણ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગ્રોથ, નાણાકીય કોન્સોલિડેશન અને નાણાકીય સેક્ટરને મજબૂત કરવા માટે પગલાં લેવાની જરૂર છે.
નાણાં પ્રધાનને કરવામાં આવેલી ભલામણ
- 3 વર્ષના ડેફિસિટ મેનેજમેન્ટને ધ્યાનમાં લેવાશે તો નાણાકીય વર્ષ 2022થી સંપૂર્ણપણે અર્થતંત્રમાં રિકવરી જોવા મળશે.
- ગત વર્ષના બજેટ ખર્ચની વિગતો જાહેર કરી અને તેને આગળ ધપાવવું જોઈએ. આ ઉપરાંત નાણાકીય ખાદ્યમાં વધુ પારદર્શિતા લાવવી જોઈએ.
- આવક વધારવા માટે સરકારે ખાદ્ય કરતાં અને થોડો ઘણો નફો કરતું PSUનું ડિસિન્વેસ્ટમન્ટ કરવું જોઈએ.
- સરકારની વધારાની જમીન વેચવી અથવા લીઝ પર આપવી.
- નાણાકીય સેક્ટરને મજબૂત કરવાથી ભારતની ઈકોનોમી 5 ટ્રિલિયન US ડૉલર સુધી પહોંચી શકે છે.
- આવકવેરાના કાયદાના સરળીકરણ સાથે લિટિગેશનમાં ઘટાડો.
- આગામી 3 વર્ષ સુધી GDPના 3 ટકાનો ખર્ચ હેલ્થકેર સેક્ટરમાં કરવો.
- રૂરલ અને અર્બન ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સરકારે ખર્ચ વધારવો પડશે.