ગુજરાત

gujarat

ETV Bharat / city

કિંગમેકર બનવા જઈ રહેલા છોટુ વસાવા સાથે ETVની ખાસ વાતચીત, કહ્યું- ભાજપ-કોંગ્રેસ બંને ચોર - ahmedabad

ભરૂચઃ ઝગડીયાના ધારાસભ્ય અને BTP (ભારતીય ટ્રાઇબલ પાર્ટી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા લોકસભાની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક ઉપરથી લડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર શેરખાને આરોપ લગાવ્યો હતો કે, છોટુ વસાવા ભાજપની "બી" ટીમ છે. જેનો વળતો જવાબ આપતા છોટુ વસાવાએ કોંગ્રેસને ચોર ગણાવી હતી.

ફાઇલ ફોટો

By

Published : Apr 11, 2019, 8:07 PM IST

Updated : Apr 12, 2019, 8:25 AM IST

છોટુ વસાવાએ ETV ભારત સાથેની Exclusieve વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ ચોર છે. આ માટે BTP એકલા હાથે લડી રહી છે.

છોટુ વસાવા સાથે ETVની ખાસ વાતચીત

હાલ છોટુ વસાવા ઝગડીયાના ધારાસભ્ય છે. જેઓ BTP (ભારતીય ટ્રાઇબલ પાર્ટી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. છોટુ વસાવાની આદિવાસી લોકોમાં સારી એવી પકડ છે. 2017માં છોટુ વસાવાની પાર્ટીએ 2 બેઠક જીતી હતી. આ ઉપરાંત રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પણ છોટુ વસાવાની પાર્ટી BTPએ 2 બેઠક જીતી હતી.

Last Updated : Apr 12, 2019, 8:25 AM IST

ABOUT THE AUTHOR

...view details