ગુજરાત

gujarat

By

Published : Jul 21, 2022, 11:17 AM IST

Updated : Jul 21, 2022, 1:55 PM IST

ETV Bharat / city

IT Raid in Ahmedabad: ચિરીપાલ ગ્રુપના કરોડોના સોના-ચાંદી IT વિભાગે કર્યા જપ્ત

અમદાવાદના બોપલ રોડ પર (IT Raid in Ahmedabad) ગઈકાલે ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર IT વિભાગે દરોડા પાડ્યા હતા. જેમા IT વિભાગને પ્રથમ દિવસે જ રોકડ રકમ, દસ્તાવેજો અને સોના-ચાંદીની જવેલરી Chiripal Group Incometax) મળી આવતા અફરાતફરી મચી છે.

IT Raid in Ahmedabad: ચિરીપાલ ગ્રુપના કરોડોના સોના-ચાંદી IT વિભાગે કર્યા જપ્ત
IT Raid in Ahmedabad: ચિરીપાલ ગ્રુપના કરોડોના સોના-ચાંદી IT વિભાગે કર્યા જપ્ત

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગઈકાલે ઇન્કમટેક્સે મેગા ઓપરેશન (IT Raid in Ahmedabad) હાથ ધર્યું હતું. બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ શિવરંજની પાસે આવેલા ચિરીપાલ હાઉસ (Chiripal Group Incometax) પર પણ IT ત્રાટક્યું હતું. જેમાં દરોડાના પ્રથમ દિવસે જ IT વિભાગને રોકડ રકમ, દસ્તાવેજો અને સોના-ચાંદીની જવેલરી મળી આવતા ચકચાર મચી છે.

આ પણ વાંચો :અમદાવાદ બાદ વડોદરામાં પણ ITનું સર્ચ ઓપરેશન

કરોડાની સંપત્તિ હાથ - ચિરીપાલ ગ્રુપ ટેક્સટાઇલ, શિક્ષણ સાથેના વ્યવસાયમાં સંકળાયેલો છે. આ દરોડા વેદપ્રકાશ ચિરીપાલ, બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યા પાડવામાં આવ્યા છે. ત્યારે દરોડાના પ્રથમ દિવસે જ IT વિભાગને કરોડો રૂપિયા મળી આવ્યા છે. સાથે જ રેડ દરમિયાન 10 કરોડથી વધુ રોકડ રકમ, દસ્તાવેજો અને સોના-ચાંદીની જવેલરી મળી આવી છે. બેંક લોકર સીલ અને ડીજીટલ ડેટા અને કોમ્પ્યુટર હાર્ડડિસ્ક જપ્ત કરાયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો :સુરતની ભાવિકાએ દ્રોપદી મુર્મુ પર પુસ્તક બનાવી સોનિયા ગાંધી-મમતા બેનર્જીને મોકલી

બીજા દિવસે દરોડા યથાવત- ITની કાર્યવાહી લઈને અમદાવાદ (mega operation in IT) શહેરમાં ભારે ખળભળાટ મચી જવા પામી છે. શહેરમાં કુલ 35થી 40 જગ્યા ઇન્કમટેક્સે દરોડા પાડ્યા હતા. જયોતિપ્રકાશ ચિરીપાલ, વિશાલ ચિરીપાલ, રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ તવાઇ ચાલુ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આશરે 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે. આટલી મોટી રકમ સામે આવતા IT વિભાગના સતત બીજા દિવસે (આજે) પણ દરોડા યથાવત (Ahmedabad IT Department) જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ITની તપાસના અંતે હજુ પણ મોટી કરચોરી મળે તેવી સંભાવનાઓ સામે આવી રહી છે.

Last Updated : Jul 21, 2022, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details