ગુજરાત

gujarat

ETV Bharat / city

બે દિવસીય ચિંતન બેઠક બાદ જીતુ વાઘાણીએ ચૂંટણીને લઈને કરી દીધી આ મહત્ત્વની સ્પષ્ટતા, હાર્દિક અંગે...

ભાજપની ચિંતન શિબિર (BJP Gujarat) પૂરી થતા પ્રવક્તા જીતુ વાઘાણીએ (Jitu Vaghani Pess Conference) એક પત્રકાર પરિષદ યોજી હતી. જોકે, તેમણે આમ આદમી પાર્ટી (Aam Admi Party Gujarat) વિશે બોલવાનું ટાળ્યું હતું. આવનારા દિવસોમાં ભાજપ પ્રચાર (Election Campaign 2022) યાત્રા શરૂ કરશે એવા એંધાણ છે. જોકે, લોકોએ ભરોસો મૂક્યો છે એવો વિશ્વાસ જીતુ વાઘાણીએ વ્યક્ત કર્યો છે.

બે દિવસીય ચિંતન બેઠક બાદ જીતુ વાઘાણીએ ચૂંટણીને લઈને કરી દીધી આ મહત્ત્વની સ્પષ્ટતા, હાર્દિક અંગે...
બે દિવસીય ચિંતન બેઠક બાદ જીતુ વાઘાણીએ ચૂંટણીને લઈને કરી દીધી આ મહત્ત્વની સ્પષ્ટતા, હાર્દિક અંગે...

By

Published : May 16, 2022, 10:38 PM IST

અમદાવાદ: ભાજપની (BJP Gujarat) બે દિવસીય ચિંતન બેઠકની પૂર્ણાહુતિ થઇ ચૂકી છે. સંગઠન મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આ બેઠક અંગે જણાવ્યું હતું કે, બેઠકમાં આગામી ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) લઇને ખૂબ જ ચિંતન કરવામાં આવ્યું છે. ભાજપના શાસનમાં થયેલા કાર્યોની સમીક્ષા અને આગામી કાર્યની યોજના (Election Agenda Gujarat 2022) બનાવવામાં આવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનો (BJP Planning for Assembly Election 2022) ભવ્ય વિજય થશે. વર્ષ 2024 ની કેન્દ્રની ચૂંટણીઓમાં પણ ભાજપ મોટી સફળતા પ્રાપ્ત કરશે.

બે દિવસીય ચિંતન બેઠક બાદ જીતુ વાઘાણીએ ચૂંટણીને લઈને કરી દીધી આ મહત્ત્વની સ્પષ્ટતા, હાર્દિક અંગે...

આ પણ વાંચો:BJP Survey in Rajkot: જે ધારાસભ્યોએ કામ નહીં કર્યું હોય તેમની ટિકિટ તો કપાઈ જ સમજો...!

સંગઠનની શક્તિ પર વિશ્વાસ: પ્રવક્તા જીતુ વધાણીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની શક્તિની અમને ખબર નથી. પરંતુ અમને મારી તાકાતનો પરિચય છે. પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપનું સંગઠન સતત કાર્ય કરતું સંગઠન છે. અમારી પાસે એક નહીં પરંતુ અનેક મોટા પડકારો આવ્યા છે. પરંતુ મારા માટે દરેક પડકાર નાનો છે. આ સાથે જ અમને વિશ્વાસ છે કે, વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક બેઠક સાથે જીતશે. આગામી દિવસોમાં ભાજપ રણનીતિ અને યોજનાઓ જાહેર કરશે. આંતરિક લોકશાહી ફક્ત ભાજપમાં જ બચી છે. ગુજરાતમાં કઈ કઈ વિધાનસભા સીટમાં ભાજપ નબળું છે તેનું ચિંતન કર્યું હતું. તેને મજબૂત કરવાના ઉપાયો સૂચવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:ચૂંટણી માસ્ટર સ્ટ્રોક : પ્રોફેશનલ વર્ગને ભાજપ સાથે જોડવાની સલાહ કોણે આપી ?

આ છે ભાજપનું મુખ્ય કાર્ય: ભાજપનું મુખ્યકાર્ય લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાનું રહેશે. આગામી સમયમાં ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ લોકોની વચ્ચે જશે. ભાજપ સાથે લોકોને જોડવાના કાર્યક્રમો નક્કી થશે. વર્ષ 2022ની ચૂંટણી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લડાશે. પરંતુ અમેં સામૂહિક નેતૃત્વમાં માનીએ છીએ. વર્ષ 2022માં ચૂંટણીનો મુખ્ય મુદ્દો વિકાસ જ હશે. આગામી સમયમાં તે અંગે વિઝન ડોક્યુમેન્ટ પણ જાહેર કરવામાં આવશે. જો કે જીતુ વાઘાણીએ હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાના સંદર્ભે ઉત્તર આપવાનું ટાળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details