અમદાવાદમાં સ્ટુડિયો પોઝિટિવ જિંદગીનું તાજેતરમાં જ અનાવરણ કરવામાં આવ્યું છે અને આ સ્ટુડિયો બાળકો અને યુવાનોના પ્રતિભાને શોધ કરવા માટે એક શાંત અને આનંદમય વાતાવરણ આપે છે. બાળકોની પ્રતિભાને બહાર લાવવા માટે સૂર્ય પોઝિટિવ જિંદગીએ 12 દિવસનું આયોજન કર્યું હતું. જેમાં વિસામો કિડ્ઝના લગભગ ૨૦ બાળકોએ ગાયન, નૃત્ય, ઓપન માઇક દ્વારા તેમની અનોખી પ્રતિભા દર્શાવી હતી.
બાળ દિવસ: અમદાવાદમાં વિસામો કિડ્સ ફાઉન્ડેશનના બાળકો માટે ટેલેન્ટ શૉ યોજાયો - Ahmedabad news
અમદાવાદઃ દર વર્ષે ૧૪ નવેમ્બરના રોજ બાળ દિવસની ઉજવણી માટે દેશભરમાં ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં વિસામો કિડ્સ ફાઉન્ડેશન દ્વારા બાળકોની પ્રતિભાને બહાર લાવવા ટેલેન્ટ શૉ નું આયોજન કરવામાં આવ્યું હતું.
rerer
બાળકોના અધિકારો સંભાળ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ભારતભરમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1954માં પ્રથમ વખત બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.