અમદાવાદ:કેન્દ્ર સરકારની જાહેરાત બાદ અમદાવાદ મહાનગરપાલિકા (Municipal Corporation Ahmedabad) પણ બાળકોને રસી આપવા માટેની તૈયારી કરી રહી છે. શહેરના 3 લાખ બાળકોને રસી આપવાનો (Vaccination of children in Gujarat 2022) અંદાજ છે. મનપાના મેડિકલ ઓફિસર ભાવિન સોલંકી ETV ભારતને જણાવ્યું હતું કે, હાલ રાજ્ય સરકાર (Gujarat Health Department) તરફથી મળેલા માર્ગદર્શન મુજબ આગામી 3જી જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.
ઓમીક્રોનના કારણે બુસ્ટર ડોઝ આપવામાં આવશે
બાળકોએ કોરોનાની રસી લેવા માટેની પદ્ધતિ એકદમ સરળ રાખવામાં આવી છે. શરૂઆતમાં 15થી 18 વર્ષની વયના બાળકો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે, જેમાં ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. અહીં ઉલ્લેખનીય છે કે, ગત શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની રસીને લઈને બે મોટી જાહેરાત કરી હતી જેમાં પહેલી જાહેરાતમાં 15 થી 18 વર્ષના બાળકોને પણ રસી આપવામાં આવશે સાથે બીજી જાહેરાત કરી હતી કે ઓમીક્રોનના વધતા સંકટના કારણે બુસ્ટર ડોઝ (Booster dose due to Omicron) આપવામાં આવશે.
શું કહે છે અમદાવાદ મનપાના મેડિકલ હેલ્થ ઓફિસર?