- ઓઢવ બાળ સંરક્ષણ ગૃહમાં મૂકાયું ગાંધીનગરમાં તરજોડાયેલું બાળક
- 0 થી 6 વર્ષના બાળકોને ઓઢવ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છેે
- બાળકની હવે ઓળખ પ્રસ્થાપિત નહીં કરી શકાય
- બાળકના ભવિષ્ય અને કાયદાકીય રીતે ઓળખ હવે પ્રસ્થાપિત નહીં કરી શકાય
- મહિલા અને બાળ વિકાસપ્રધાન મનીષા વકીલે બાળકના ખબરઅંતર લીધા
અમદાવાદઃ ગાંધીનગરમાં તરજોડાયેલું બાળક અમદાવાદમાં ઓઢવ સંરક્ષણ ગૃહમાં 0થી 6 વર્ષના બાળકો સાથે રાખવામાં આવ્યું છે. જ્યુવેનાઈલ જસ્ટિસ 2015 એક્ટ 74૪ હેઠળ બાળકની ઓળખ હવે છતી નહીં કરી શકાય.
મનીષા વકીલ ખબરઅંતર પૂછવા પહોંચ્યાં
બાળવિકાસ પ્રધાન મનીષાબેન વકીલ(Child Development Minister Manisha Vakil) પણ બાળકની ભાળ લેવા માટે ઓઢવ સંરક્ષણ ગૃહ (Odhav Sanrakshan Griha) પહોચ્યાં હતાં. બાળકના ખબરઅંતર લીધાં બાદ બાળકની કસ્ટડી માટે તેના પરિવારનું કોઈ આગળ આવે તેવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી. જોકે બીજી બાજુ મનીષા વકીલે બાળકને બહાર લાવી અને તેનું નામ પણ ઉચ્ચાર્યુ હતું ત્યારે સરકારના જ કાયદાનુ ઉલ્લંઘન કરતાં મનીષાબેન જોવા મળ્યાં હતાં.