અમદાવાદઃ શહેરમાં ભારે વરસાદના કારણે (Heavy Rain in Ahmedabad) જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ત્યારે રાજ્યના મુખ્ય સચિવ પાલડી મુખ્ય કન્ટ્રોલ રૂમ (Chief Secretary visited Paldi Control Room) પહોંચ્યા હતા. અહીં તેમણે દરેક વિસ્તારની સમીક્ષા કરી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે આદેશ આપ્યા હતા.
મુખ્ય સચિવે મુશ્કેલીની જાણકારી મેળવી -શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા વરસાદના કારણે (Heavy Rain in Ahmedabad) અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આના કારણે મુખ્ય સચિવ પંકજ કુમારે પાલડી ખાતે આવેલ કન્ટ્રોલ રૂમની મુલાકાત (Chief Secretary visited Paldi Control Room) લીધી હતી, જેમાં કન્ટ્રોલ રૂમની (Chief Secretary visited Paldi Control Room) કામગીરી તેમ જ શહેરમાં વરસાદના કારણે પડેલી મુશ્કેલીની જાણકારી પણ મેળવી હતી.
પાણી ઝડપી નિકાલ થાય તે જરૂરી -સરકારના મુખ્ય સચિવ પંકજ કુમારે (Chief Secretary Pankaj Kumar) જણાવ્યું હતું કે, અમદાવાદમાં જે રીતે વરસાદ (Heavy Rain in Ahmedabad) પડ્યો. તેને ધ્યાનમાં રાખીને કૉર્પોરેશને જે રીતે મેનેજમેન્ટ કર્યું છે. તેની સમીક્ષા કરવામાં આવી છે. જે વિસ્તાર અસરગ્રસ્ત તેની સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ પાણીના ઝડપી નિકાલ અંગે પણ વાત કરવામાં આવી હતી.
હજી ભારે વરસાદની આગાહી - મુખ્ય સચિવે વધુમાં ઉમેર્યું હતું કે, જે ઝોનમાં પાણી ઓછા થઈ ગયા છે. તેને અન્ય ઝોનમાં પાણીના નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં પણ હજી ભારે વરસાદની આગાહી (Heavy rains forecast in Ahmedabad) હોવાથી પાણી નિકાલ ઝડપથી થાય તેનું આયોજન કરવા વિશે પણ ચર્ચા કરવામાં આવી છે.