ગુજરાત

gujarat

ETV Bharat / city

મુખ્યપ્રધાન રૂપાણીએ રોજગાર સેતુ સેવાનો શુભારંભ કરાવ્યો - Chief Minister Rupani

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વામી વિવેકાનંદના જન્મદિવસ અને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે રોજગાર સેતુ સેવાનો શુભારંભ કરાવ્યો હતો.

રોજગાર સેતુ સેવા
રોજગાર સેતુ સેવા

By

Published : Jan 12, 2021, 10:28 PM IST

  • 72 કાઉન્સેલરો યુવાનોને માહિતી આપશે
  • એક કોલ પર રોજગારી અભ્યાસ અને કારકિર્દીની માહિતી મળશે
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં માહિતી મળશે

ગાંધીનગર : શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંચાલિત આ ટેકનો-કોલ સેવાથી હવે યુવાનો માત્ર એક કોલ કરી રોજગારી, અભ્યાસ અને કારકિર્દીના ક્ષેત્રો માટેની માહિતી મેળવી શકશે. સમગ્ર રાજ્યમાં 72 કાઉન્સેલર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં યુવાનોની જરુરી માહિતી અને માર્ગદર્શન પૂરુ પાડશે.

મુખ્યપ્રધાન રૂપાણીએ રોજગાર સેતુ સેવાનો શુભારંભ કરાવ્યો

ઓનલાઈન ભરતી મેળાના કાર્યક્રમ યોજાશે

રોજગાર સેતુ અને ઓનલાઈન ભરતીમેળા પખવાડિયા કાર્યક્રમના શુભારંભ પ્રસંગે અમદાવાદ જિલ્લા સેવા સદનથી જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે પણ વીડિયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા. અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા કલેક્ટર ઉપરાંત શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ, વિવિધ ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ તેમજ યુવાનો જોડાયા હતા. અમદાવાદ જિલ્લા કલેક્ટરે આ પ્રસંગે અમદાવાદ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક ગૃહોના પ્રતિનિધિઓ સાથે યુવાનો માટે રોજગાર અને કારકિર્દીના ક્ષેત્રો વિશે વિચાર-વિમર્શ પણ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details