ગુજરાત

gujarat

ETV Bharat / city

નવનિયુક્ત ઇન્ફર્મેશન કમિશનર ઓફ ઇન્ડિયાના અભિવાદન સમારોહમાં મુખ્યપ્રધાન રૂપાણીએ આપી હાજરી - Chief Minister Rupani

ગુજરાતના અનુભવી પત્રકાર અને ખાનગી સમાચાર સંસ્થાના એડિટર ઉદય મહુરકરની સીધી જ પસંદગી ઇન્ફર્મેશન કમિશનર ઓફ ઈન્ડિયા તરીકે કરવામાં આવી હતી. જે અંતર્ગત અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજર રહીને તેમની પદનિયુક્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ઇન્ફર્મેશન કમિશનર ઓફ ઇન્ડિયા
ઇન્ફર્મેશન કમિશનર ઓફ ઇન્ડિયા

By

Published : Nov 19, 2020, 1:02 AM IST

  • નવનિયુક્ત ઇન્ફોર્મેશન કમિશનર ઓફ ઈન્ડિયા ઉદય મહુરકરનો અભિવાદન સમારોહ યોજાયો
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
  • ખોટી RTI કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે : ઇન્ફોર્મેશન કમિશનર ઓફ ઇન્ડિયા

અમદાવાદ : ઓક્ટોબર મહિનાના અંત ભાગમાં ગુજરાતના અનુભવી પત્રકાર અને ખાનગી સમાચાર સંસ્થાના એડિટર ઉદય મહુરકરની સીધી જ પસંદગી ઇન્ફર્મેશન કમિશનર ઓફ ઈન્ડિયા તરીકે કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ પદ પર સરકારી અધિકારીની નિમણૂક કરવામાં આવતી હોય છે. 7 નવેમ્બરના રોજ તેમને ઇન્ફર્મેશન કમિશનર ઓફ ઈન્ડિયા પદની શપથ ગ્રહણ કર્યા હતા. સીધી જાહેર નિમણૂક કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના અભિવાદન સમારોહમાં હાજર રહીને તેમની પદનિયુક્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.


નવનિયુક્ત ઇન્ફર્મેશન કમિશનર ઓફ ઇન્ડિયાના અભિવાદન સમારોહમાં મુખ્યપ્રધાન રૂપાણીએ આપી હાજરી

ઉદય મહુરકરે વડોદરાની MS યુનિવર્સીટીમાંથી કર્યો છે અભ્યાસ

ઉદય મહુરકરનો જન્મ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો, પરંતુ તેમના પૂર્વજો મરાઠી શાસનમાં ગુજરાતના મરાઠી સ્ટેટ બરોડામાં સ્થિત થયા હતા. ઉદય મહુરકરે વડોદરાની MS યૂનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. ત્યાર બાદ ખાનગી સંસ્થામાં પત્રકાર તરીકે જોડાયા હતા. 30 વર્ષના પોતાની કારકિર્દી દરમિયાન તેમને ભારતની અગ્રણી ખાનગી ન્યૂઝ કંપનીમાં એડિટરના પદે પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઉદય મહુરકરે લખ્યા છે પુસ્તકો

ઉદય મહુરકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'માર્ચિંગ વીથ બિલિયન' અને આ ઉપરાંત 'સેન્ટરસ્ટેજ' નામનું પુસ્તક લખ્યું છે. પોતાના અભિવાદન સમારોહમાં ઉદય મહુરકરે જણાવ્યું હતું કે, વીર સાવરકરના જીવન ચરિત્રનો તેમના પર ખૂબ જ પ્રભાવ છે. માહિતી કમિશનરના પદ પર નિયુક્ત થયા બાદ તેમની પ્રાથમિકતા સ્વાર્થ ખાતર કરાતી RTI સામે પગલાં લેવાની હશે.

ABOUT THE AUTHOR

...view details