ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત, ધ્રોળ અને વાપીના વિકાસકામો માટે રૂ.165.20 કરોડ મંજૂર કરતા મુખ્યપ્રધાન રૂપાણી - Public participation

ગુજરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરત મહાનગર અને વાપી તથા ધ્રોળ નગરોમાં માળખાકીય સુવિધા વિકાસ સહિતના રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન, રેલવે ફલાય ઓવર તેમજ જનભાગીદારી હેઠળના વિવિધ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ.165.20 કરોડ મંજૂર કર્યા છે.

સુરત, ધ્રોળ અને વાપીના વિકાસકામો માટે રૂ.165.20 કરોડ મંજૂર કરતા મુખ્યપ્રધાન રૂપાણી
સુરત, ધ્રોળ અને વાપીના વિકાસકામો માટે રૂ.165.20 કરોડ મંજૂર કરતા મુખ્યપ્રધાન રૂપાણી

By

Published : Mar 16, 2021, 9:00 PM IST

  • સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં રૂ.3,120 કરોડ ફાળવાયા
  • સુરત મહાનગરમાં રોડ, લાઇટ, પાણીની પાઇપલાઇન સહિત 775 કામો માટે 115 કરોડ ફાળવાશે
  • વાપીમાં રૂ.50 કરોડના ખર્ચે રેલવે ક્રોસિંગ ફલાય ઓવર બનાવાશે

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ હેતુસર સુરત મહાનગરપાલિકાને રૂ.114.66 કરોડ ફાળવ્યાં છે. સુરત મહાનગરમાં આ રકમમાંથી ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો અંતર્ગત સી.સી. રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન અને ડ્રેનેજ લાઇનના 775 કામો હાથ ધરાવાના છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાપાલિકા-નગરપાલિકાઓને સીધી જ ગ્રાન્ટ ફાળવણી થશે.

આ પણ વાંચોઃ બેરોજગારી મુદ્દે વિધાનસભાગૃહમાં હોબાળો, 8 શહેરી વિસ્તારોમાં 55,272 બેરોજગારો

વાપી નગરપાલિકાના વિકાસ માટે 50 કરોડની ગ્રાન્ટ ફાળવી

મુખ્યપ્રધાને નાણાકીય વર્ષ 2020-21માં અત્યાર સુધી કુલ રૂ.3,120 કરોડની રકમ મહાનગરો, નગરોને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરત મહાનગર ઉપરાંત વાપી નગરપાલિકાને જી.આઇ.ડી.સી. જે ટાઇપ રોડ તથા નામધા રોડને જોડતો રેલવે ક્રોસિંગ ફલાય ઓવર બનાવવા માટે રૂ. 50 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. એટલું જ નહીં, ધ્રોળ નગરપાલિકાને પેવર બ્લોક નાખવાના કામ માટે રૂ. 54 લાખ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details