અમદાવાદધંધો તો ગુજરાતના લોહીમાં જ છે. આ જ રીતે રાજ્યમાં અનેક ઈનોવેટર્સ પોતપાતાના નવા આઈડિયાથી અનેક ઊંચાઈઓ હાંસલ કરે છે. આવી જ રીતે ગુજરાત યુનિવર્સિટીના 425 જેટલા વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ પર કામ કરી રહ્યા છે. વિક્રમ સારાભાઈ નેશનલ ઈનોવેશન સેન્ટરના (Vikram Sarabhai National Innovation Centre) ઈનોવેટર્સ સાથે મુખ્યપ્રધાને સંવાદ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટી ખાતે શ્યામા પ્રસાદ મુખરજી ઓડિટોરિયમ (Shyamaprasad Mukherjee Auditorium) ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્યપ્રધાને શરૂ કરાવ્યા નવા કોર્સ મુખ્યપ્રધાને શરૂ કરાવ્યા નવા કોર્સવિદ્યાર્થીઓએ 54 પેટન્ટ પણ ફાઈલ કરી છે. તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આવા વિદ્યાર્થીઓ સાથે સંવાદ (CM Bhupendra Patel interacted with Young Innovators) કર્યો હતો. સાથે જ તેમના હસ્તે અહીં નવા ઓનલાઈન કોર્સ પણ શરૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોCMના આગમન પહેલા દ્વારકાનગરી ફેરવાઈ પોલીસ છાવણીમાં
યંગ ઈનોવેટર્સને સન્માનિત કરાયા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ ઈન્ડિયા (Startup India), ઈનોવેશન ઇન્ડિયાને (Innovation India) આગળ વધારવા યુવા પેઢી અત્યારે કામ કરે. આ સાથે જ મુખ્યપ્રધાને અહીં 30 જેટલા યંગ ઈનોવેટર્સને સન્માનિત (Young innovators were felicitated) કર્યા હતા.
આ પણ વાંચોCM ભુપેન્દ્ર પટેલે સુરતથી 'હર ઘર તિરંગા' યાત્રાની કરાવી શરૂઆત
હેન્ડ બૂક કરાઈ લોન્ચઆ પ્રસંગે મુખ્યપ્રધાને 75 સ્ટાર્ટઅપ, ઈનોવેટર્સની કોફિટેબલ નામની બૂક પણ લોન્ચ (Innovators Profitable Book Launch) કરી હતી. સાથે જ તેમણે ગુજરાત યુનિવર્સિટીના અટલ ઈનોવેશન સેન્ટર ખાતે (Gujarat University Atal Inovation Centre) હેન્ડ બૂક પણ લોન્ચ કરી (Hand Book Launched at Atal Inovation Centre) હતી. નોંધનીય છે કે, મુખ્યપ્રધાન બન્યા પછી તેઓ પહેલી વખત ગુજરાત યુનિવર્સિટી આવ્યા હતા.