જસ્ટીસ પી.ડી દેસાઈ મેમોરિયલ લેક્ચર કમિટી અને પ્રાલિન પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વકીલોના ખાસ વર્કશોપનું આયોજન ગુજરાત લો કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના જજ દિપક મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા અને 'Law of sedition in India and freedom of expression' આ વિષય પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં.
આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના જજ, વકીલો, અમદાવાદ શહેરના નામાંકિત લોયર્સ અને ખૂબ જ મોટી સંખ્યામાં પ્રેક્ટિસ કરતા વકીલો તથા વકીલાતનો અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિચારો અને તેમના અનુભવને તેમના શબ્દોમાં તેમની વાણીમાં વિસ્તારપૂર્વક સાંભળ્યા હતા. સુપ્રીમ કોર્ટના જજ દિપક મિશ્રાએ ભારતીય બંધારણના આ કાયદા વિશે દરેકને જ્ઞાન આપ્યું હતું.