ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરના એન્ટ્રી પોઇન્ટ પર ચેકિંગ, મહુડી મંદિર, અક્ષરધામ મંદિર બંધ, જાહેર બાગબગીચા બંધ થશે - ETVBharatGujarat

દિવાળીના તહેવારો દરમિયાન જાહેર જનતા કોરોનાને ભૂલીને બજારમાં ઉમટી પડ્યા હતાં. આ સાથે જ ખરીદી દરમિયાન સામાજિક અંતર માસ્ક પહેરવાના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હતું. ત્યારે હવે રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જ્યારે અમદાવાદની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે અને રાજ્ય સરકારે શુક્રવારે રાત્રીના 9 વાગ્યાથી સોમવાર સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂની જાહેરાત કરી છે ત્યારે તેને ધ્યાનમાં લઈને ગાંધીનગરમાં પણ તંત્ર એક્શનમાં આવ્યું છે. જેને લઇને ગાંધીનગરના તમામ એન્ટ્રી પોઇન્ટ ઉપર પોલીસના સઘન ચેકિંગ સાથે ચેક પોસ્ટ રાખવામાં આવી છે.

ગાંધીનગરના એન્ટ્રી પોઇન્ટ પર ચેકિંગ, મહુડી મંદિર, અક્ષરધામ મંદિર બંધ, જાહેર બાગબગીચા બંધ થશે
ગાંધીનગરના એન્ટ્રી પોઇન્ટ પર ચેકિંગ, મહુડી મંદિર, અક્ષરધામ મંદિર બંધ, જાહેર બાગબગીચા બંધ થશે

By

Published : Nov 20, 2020, 5:23 PM IST

  • અમદાવાદના કરફ્યૂની અસર ગાંધીનગરમાં જોવા મળી
  • ગાંધીનગરના એન્ટ્રી પોઇન્ટ પર પોલીસનું ચેકીંગ
  • મહુડી મંદિર અને અક્ષરધામ મંદિર બંધ કરાયું
  • જાહેર ગાર્ડન પણ બંધ કરાશે

ગાંધીનગર : દિવાળીના તહેવારો દરમિયાન ગાંધીનગર મહુડી અને અક્ષરધામ મંદિરમાં અમદાવાદથી ભક્તો દર્શન માટે અને હરવા ફરવા માટે આવતા હોય છે. ત્યારે અમદાવાદમાં 20 નવેમ્બરના રાત્રીના 9 વાગ્યાથી 23 નવેમ્બર સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ જાહેર કર્યો છે. આ જાહેરાતને ધ્યાનમાં લઈને ગાંધીનગરના અક્ષરધામ મંદિર અને મહુડી મંદિરના આગેવાનોએ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગરમાં પણ તંત્ર એક્શનમાં આવ્યું
પોલીસનું સઘન ચેકિંગ, એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ તપાસઅમદાવાદના કર્ફ્યુ બાદ હવે ગાંધીનગરના તંત્રમાં પણ અસર જોવા મળી રહી છે.ે ગાંધીનગરના તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસ દ્વારા ખાસ તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા તમામ એન્ટ્રી ઉપર ચેક પોસ્ટ મૂકીને તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતે ગાંધીનગર ડીવાયએસપી એમ કે રાણાએ જણાવ્યું હતું કે ગાંધીનગર શહેરમાં પણ સતત પોલીસનું પેટ્રોલિંગ થઈ રહ્યું છે. માસ્ક ન પહેરનારા વિરુદ્ધમાં પણ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માસ્ક પહેરવાની સમજણ પણ પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કર્ફ્યુ જાહેર થયો છે તેને ધ્યાનમાં લઈને ગાંધીનગર પોલીસે તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસ તપાસ પણ ચુસ્ત કરી છે.સરિતા ઉદ્યાન અને ઇન્દ્રોડા પાર્ક પણ બંધ કરવામાં આવશે

ગાંધીનગરના ઉચ્ચ અધિકારી તરફથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં જાહેર સ્થળોને પણ બંધ કરવામાં આવશે. આ બાબતે ગાંધીનગર કલેકટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. જેમાં ગાંધીનગરના એન્ટ્રી પોઇન્ટ ઉપર આવેલ સરિતા ઉદ્યાન અને ઇન્દ્રોડા પાર્ક ને પણ બંધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારો દરમિયાન લોકોની ભારે ભીડ જોવા મળે છે ત્યારે લોકોની ભીડ ઓછી થાય, લોકો આવે નહીં અને સંક્રમણ ઘટે તે બાબતે સર્વ હિતને લઈને ઇન્દ્રોડા પાર્ક અને સરિતા ઉદ્યાન બંધ રાખવાનો નિર્ણય ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત થાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details