- હવામાન વિભાગે કરી આગાહી
- 25, 26 મે દરમિયાન કેરળમાં ચોમાસું બેસે તેવી શક્યતાઓ
- રાજ્યમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે
અમદાવાદઃઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી શનિ-રવિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. સાથે જ ડાંગ, તાપી, જૂનાગઢ અમરેલી ખાતે વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે અમદાવાદ વાસીઓએ ગરમીનો સામનો પણ કરવો પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં 42 ડિગ્રી સુધીની ગરમી પડતા લોકોને આકરી ગરમી સહન કરવાનો વારો આવશે.
આ પણ વાંચોઃ જૂનાગઢ હવામાન વિભાગે આગામી 1લી મે સુધી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી