- વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
- આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શકયતા
- સૌરાષ્ટ્રમાં ભાવનગર, કચ્છ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની સંભાવના
અમદાવાદ: આગામી 18 ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. જે હવે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેના પગલે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થઇ શકે છે. હવામાન વિભાગ (Meteorological Department) ના મતે ગુરુવારે નર્મદા-ડાંગ-નવસારી-વલસાડ-તાપી-દમણમાં ભારે, અમદાવાદ-ગાંધીનગર-મહીસાગર-આણંદ-સાબરકાંઠા-અરવલ્લી-દાહોદ-પંચમહાલ-ખેડામાં મધ્યમ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-તાપી-દમણમાં ભારે, અમદાવાદ-ગાંધીનગર-મહીસાગર-સાબરકાંઠા-અરવલ્લીમાં મધ્યમ જ્યારે શનિવારે ભરૂચ-સુરત-વલસાડ-તાપીમાં ભારે, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે. કેટલાંક જિલ્લામાં આગામી ગુરુવારથી શનિવાર 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાઇ શકે છે.
આ પણ વાંચો: Rainfall forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની કરી આગાહી