- ગુજરાતના જવેલર્સમાં ફફડાટ
- CGSTની ટીમે બોગસ બિલિંગ કૌભાંડ ઝડપ્યું
- ખોટા બિલો બનાવીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવાતી હતી
અમદાવાદ : સેન્ટ્રલ GST ટીમ દ્વારા અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા ભરત સોનીએ પોતાના પરિવારના અલગ અલગ નામે બિઝનેસ કરતા હતા અને તેમને રૂપિયા 2,435 કરોડનું કૌભાંડ કર્યું છે. CGSTની ટીમના ઓપરેશનમાં આ જંગી કૌભાંડ ઝડપાયું છે. જેથી ગુજરાતના સોના-ચાંદીના વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે. ભરત સોનીએ ખરીદનારી કંપનીઓને રૂપિયા 72.25 કરોડની છેતરપીંડી કરીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ આપી હતી.
પરિવારના નામે 6 ફર્મ બનાવીને આચર્યું કૌભાંડ
ભરત સોનીએ પરિવારના અલગ અલગ નામે છ ફર્મ બનાવીને કૌભાંડ આચર્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, મોટી સંખ્યામાં ટેક્સ ઈનવોઈસ બોગસ લોકોના નામે બનાવ્યા હતા. છેતરપીંડી કરીને તેમને ડોક્યુમેન્ટરી અન બેંકિંગ ટ્રાન્ઝક્શન કર્યા છે. શહેરમાં બુલિયન અને ડાયમંડ ટ્રેડરો અને રિટેઈલ ડિલરો ખોટા બિલો બનાવીને ધંધો કરી રહ્યા છે. નીચે દર્શાવેલા ફર્મના નામે કુલ રૂપિયા 2435.96 કરોડના ખોટા બિલ્સ ઈસ્યૂ કર્યા છે. તેમજ ખરીદનારા કંપનીઓને રૂપિયા 72.25 કરોડની ટેક્સ ઈનપુટ ક્રેડિટ આપી હતી.
છ પેઢીના નામ અને તેમની સાથેના સબંધ
પેઢીનું નામ | કાયદેસર નામ | સબંધ |
ઘનશ્યામ જ્વેલર્સ | ભરત ભગવાનદાસ સોની | પોતે |
કનિષ્કા જ્વેલર્સ | ભાવિન ભરત સોની | પુત્ર |
દીપ જ્વેલર્સ | દીપાલી નિતીન પાટડિયા | પુત્રી |
એન. એસ. એન્ટરપ્રાઈઝ | નિતિન સુરેશ પાટડિયા | જમાઈ |
એસ. એ. ઓર્નામેન્ટ્સ | શ્વેતા આદર્શ પાટડિયા | પુત્રી |
બી-ટુ જેમ્સ | આદર્શ સુરેશ પાટડિયા | જમાઈ |