અમદાવાદઃ શહેરમાં કોરોનાની વકરતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની આરોગ્યની ટીમ સમીક્ષા કરવા માટે ફરી વખત અમદાવાદ પહોંચી છે. 4 સભ્યોની ટીમમાં નીતિ આયોગના સભ્ય વિનોદ પોલ, ICMRના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ, AIIMS(ઓલ ઈન્ડિયા ઈસ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ)ના ડિરેક્ટર રણદીપ ગુલેરીયા અને આર.પી. આહુજા એડિશનલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી ડિપાર્ટમેન્ટ સામેલ છે. આરોગ્ય વિભાગની ટીમ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી છે અને ત્યાંથી ગાંધીનગર જવા માટે રવાના થઈ છે.
કેન્દ્રીય આરોગ્ય ટીમ પહોંચી અમદાવાદ - ઓલ ઈન્ડિયા ઈસ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ
રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસને લઇને કેન્દ્રની ટીમ અમદાવાદ ખાતે આવી છે. આ ટીમમાં 4 સભ્યો આવ્યા છે. જે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જવા માટે રવાના થઇ છે.
![કેન્દ્રીય આરોગ્ય ટીમ પહોંચી અમદાવાદ ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8061191-thumbnail-3x2-m.jpg)
કેન્દ્રીય આરોગ્ય ટીમ પહોંચી અમદાવાદ
કેન્દ્રીય આરોગ્ય ટીમ પહોંચી અમદાવાદ
સુરતની મુલાકાત દરમિયાન એઈમ્સના રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે, તમામ બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. સુરતમાં હોસ્પિટલ બની જતાં સુવિધા વધશે. ઈન્જેક્શનની હોર્ડિંગ કરવાની જરૂર નથી, જરૂરીયાત જેને છે તેને જ આપવામાં આવી રહ્યાં છે. ઈન્જેક્શનથી નુકસાન પણ થઈ શકે છે. ઝડપથી સુરતની સ્થિતિમાં ફરક પડશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે.
મહત્વપૂર્ણ છે કે, અગાઉ અમદાવાદમાં કોરોના કહેર વધ્યો હતો ત્યારે પણ આ ટીમ અમદાવાદની મુલાકાતે આવી હતી. ત્યારબાદ અમદાવાદમાં કોરોના અને મોતના આંકડા ઘટવા લાગ્યા હતા.