- CM ડેશબોર્ડ દ્વારા રિયલ ટાઇમ મોનિટરિંગ પદ્ધતિથી કેન્દ્રિય ટીમ પ્રભાવિત
- બે દિવસ દરમિયાન અમદાવાદ, વડોદરા અને મહેસાણાની લીધી મુલાકાત
- આશાવર્કર બહેનો આરોગ્યકર્મીઓ, નાગરિકો સાથે વાતચીત દ્વારા વિગતો મેળવી
અમદાવાદઃ નવી દિલ્હીની નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડાયરેક્ટર ડૉ.એસ.કે.સિંઘના નેતૃત્વમાં ટીમના એડિશનલ ડાયરેક્ટર ડૉ. સુધીરકુમાર જૈન અને રામમનોહર લોહિયા હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ ડૉ. રજનીશ કૌશિકનો સમાવેશ થાય છે. કેન્દ્રિય આરોગ્ય ટીમે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથેની બેઠક પૂર્વે ટીમના સભ્યોએ અમદાવાદ, વડોદરા અને મહેસાણાની મુલાકાત લઈને આ ત્રણેય શહેરોમાં કોરોના દર્દીને આપવામાં આવતી સારવાર, સર્વેલન્સ, સંક્રમણ નિયંત્રણના આરોગ્યલક્ષી ઉપાયોની સર્વગ્રાહી તલસ્પર્શી વિગતો મેળવી હતી.
અન્ય રાજ્યોમાં ધન્વંતરી રથ મોડલ અપનાવી શકાય
ગુજરાતમાં ધન્વંતરી આરોગ્યરથનો પ્રયોગ અત્યંત સફળ રહ્યો છે, તેનાથી કેન્દ્રીય ટીમે સંતોષ દર્શાવી, અન્ય રાજ્યોમાં પણ ધન્વંતરી રથ મોડલ અપનાવી શકાય તેમ મુખ્ય પ્રધાન સાથેની ચર્ચામાં જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને ગુજરાતમાં હોમ આઇસોલેશન, એરિયા સ્પેસિફિક સર્વેલન્સ અને પદ્ધતિસરના મોનિટરિંગની પણ પ્રશંસા કરી હતી.
હાઉસ ટુ હાઉસ સર્વેથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન નિયંત્રણમાં
આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ સર્વેને ધન્વંતરી રથ સાથે લિંક કરી, સમન્વય કરી, ખાસ કરીને હાઇરીસ્ક પોપ્યુલેશન, વડીલ-વયસ્કોને આઇડેંટીફાય કરાય છે. તેમજ તેઓની ઝડપી ટ્રેસિંગ અને સારવાર ફોલો અપ થાય છે, તેનાથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન-સંક્રમણ વ્યાપકપણે નિયંત્રણમાં રહ્યું છે. તેનાથી કેન્દ્રિય આરોગ્યની ટીમે સંપૂર્ણ સંતોષ દર્શાવ્યો હતો. વિજય રૂપાણીએ પણ ટીમ સાથેની બેઠકમાં ગુજરાતમાં કોવિડ માટે નિયમિતપણે બેઠકો યોજીને રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણ માટે હાથ ધરવામાં આવતી તમામ બાબતોની વિગતવાર ચર્ચા કરી હતી.
કોરોનામાંં યોગ-પ્રાણાયામથી ફાયદો