અમદાવાદ: કેન્દ્રીય આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની આગેવાની હેઠળની ટીમ અમદાવાદમાં આરોગ્ય કમિશનર, મ્યૂનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ અંગેની સ્થિતિની માહિતી મેળવવામાં આવશે.
કોવિડ-19ના મેનેજમેન્ટ પ્રયાસોને વેગ આપવા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતની મુલાકાતે - Visiting Gujarat
દેશમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમાં પણ દેશમાં દિલ્હી, મહારાષ્ટ્ર, તેલંગણા અને ગુજરાતમાં સ્થિતિ વધારે ભયજનક છે. જેને લઇને કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ઉપરોક્ત રાજ્યોની મુલાકત લઈ રહી છે. જેના અનુસંધાને કેન્દ્રીય આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની આગેવાની હેઠળની ટીમ ગુજરાત આવી છે.
![કોવિડ-19ના મેનેજમેન્ટ પ્રયાસોને વેગ આપવા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતની મુલાકાતે Central Health](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7775172-thumbnail-3x2-luv.jpg)
લવ અગ્રવાલ
ઉપરાંત બેઠક બાદ કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ કન્ટેનમેન્ટ ઝોન અને ધનવંતરી રથની મુલાકાત લેશે. સાથે જ શહેરની હોસ્પિટલની પણ કેન્દ્રની ટીમ મુલાકાત કરે તેમ માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે પણ બેઠક કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.