અમદાવાદઃ ગુજરાત સહિત દેશમાં અલગ અલગ જગ્યાએ કેન્દ્રીય કર્મચારીઓ (Central Employees Strike) આજથી 2 દિવસીય હડતાળપર છે. ત્યારે અમદાવાદમાં પણ પોસ્ટ ઓફિસ, બેન્કના કર્મચારીઓ અને અન્ય યુનિયનો દ્વારા વિરોધ (Central Employees Strike) કરવામાં આવ્યો હતો. આ કર્મચારીઓએ ખાનગીકરણનો વિરોધ કર્યો (Central employees oppose privatization) હતો. આ સાથે જ વિરોધ કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓએ તેમની માગ નહીં સંતોષાય તો આગામી સમયમાં અચોક્કસ મુદત સુધી હડતાળ કરવાની ચીમકી પણ (Indefinite strike) ઉચ્ચારી હતી.
કેન્દ્ર સરકારની માનસિકતા સરકારી કર્મચારી વિરુદ્ધની છેઃ કર્મચારીઓ કેન્દ્ર સરકારની માનસિકતા સરકારી કર્મચારી વિરુદ્ધની છે-PJCAના ચેરમેન હેમંત પંડિતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની જે સરકારી કર્મચારી વિરૂદ્ધ માનસિકતા છે અને જે અમારી પડતર માગણીઓ છે. તેને લઈને દિલ્હીમાં આવેલી FNPO અને NFPE દ્વારા બે દિવસીય સમગ્ર દેશમાં હડતાળનું (Central Employees Strike) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સમગ્ર દેશમાંથી લાખો કર્મચારી આ આંદોલનમાં (Central Employees Strike) જોડાયા છે.
કર્મચારીઓએ આ વિવિધ માગણી સાથે ખાનપુર ખાતે આવેલી સર્કલ ઓફિસ ખાતે આવેદન આપ્યું આ પણ વાંચો-Doctors strike called off : સરકારે તમામ માગ સ્વીકારી, હપ્તે ચૂકવણી થશે
MP-MLA જેવી પેન્શન યોજના અમને મળવી જોઈએ- આ અંગે પોસ્ટ કર્મચારી નેહલ નાયકે જણાવ્યું હતું કે, MP અને M.L.A પેન્શન લાગુ કરવામાં આવે છે. તેવી રીતે તરત લાગુ કરવામાં આવે તેવી અમારી માગ છે. આજની હડતાળમાં (Central Employees Strike) અંદાજિત 85 ટકા અને દેશમાં પણ અંદાજિત 80 ટકા લોકો જોડાયા છે. અમારી ફક્ત એટલી જ માગ (Demand of Central Employees) છે કે, જેમ MP અને M.L.Aને પેન્શન તરત (Central Employees Strike) લાગુ કરવામાં આવે છે. તે રીતે અમને પણ પેન્શન યોજના લાગુ થવી જોઈએ.
કેન્દ્રિય કર્મચારીઓની 2 દિવસીય હડતાળ હળતાળની મુખ્ય માગણીઓ - કેન્દ્રીય કર્મચારીઓએ વિરોધ દરમિયાન પોતાની માગ (Demand of Central Employees) અંગે જણાવ્યું હતું કે, નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. ખાનગીકરણની હિલચાલ અને ફ્રેન્ચાઈસ આઉટલેટ્સ ખોલવાનું બંધ કરો અને ડાક મિત્ર યોજના પાછી ખેંચો. ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સ્પીડ વધારવામાં આવે. પાર્સલની ડિલિવરી માટે નોડલ ડિલિવરી કેન્દ્રો અને સ્પીડની પોસ્ટ લેટર્સની ડિલિવરી માટે સેન્ટ્રલ ડિલિવરી બંધ કરો.
આ પણ વાંચો-Ahmedabad Civil Hospital Controversy: અમદાવાદ સિવિલના ડોક્ટર્સે સિનિયર ડોક્ટર્સ પર શા માટે ગંભીર આક્ષેપ કર્યા, જુઓ
18 મહિનાથી રોકાયેલું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે -કેન્દ્રિય કર્મચારીઓની માગ (Demand of Central Employees) અંગે તેમણે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં અવસાન પામેલા કર્મચારી પરિવારને 10 લાખની સહાય અને પરિવારના એક સભ્યને ડિપાર્ટમેન્ટ નિમણૂક કરવી. HSG- II/HSG- Iની તમામ ખાલી જગ્યાઓ ભરવી. 18 મહિનાથી રોકાયેલું મોંઘવારી ભથ્થું તાત્કાલિક ચૂકવવામાં આવે. 5 દિવસનું અઠવાડિયું ગણી દર શનિવારે રજા આપવી. તમામ સ્તરે દરેક યુનિયનને નિયમિતપણે મિટિંગ કરવી. કર્મચારીઓએ આ વિવિધ માગણી સાથે ખાનપુર ખાતે આવેલી સર્કલ ઓફિસ ખાતે આવેદન આપ્યું હતું.