ઘણા સમયથી ગુજરાતી ફિલ્મોના કલાકારોની માગ હતી કે ગુજરાતી ફિલ્મોને અને તેના ટેક્નિશિયનો તથા કલાકાર કસબીઓને પ્રોત્સાહિત કરવા ગુજરાતમાં કોઈ ફંક્શન નથી થતાં. તે જોતાં હેતલ ઠક્કર અને અરવિંદ વેગડાએ આ બીડું ઝડપ્યું હતું. ગુજરાતી ફિલ્મોને તેઓ ઊંચે ફલક પર લઈ જવા માગતા હતા.
GIFA 2019માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો ઉમટ્યા - gujarati iconic film awards
અમદાવાદ: છેલ્લા થોડા સમયથી ગુજરાતી ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી નામના મેળવી રહી છે. નવેમ્બર 2019 થી નવેમ્બર 2019ની વચ્ચે ઘણી સફળ ફિલ્મો રીલીઝ થઇ. ગયા વર્ષે 70 કરતા પણ વધુ ફિલ્મો રીલીઝ થયેલી જેની સરખામણીએ આ વર્ષે ઓછી ફિલ્મો રીલીઝ થઇ પણ સફળતાનો રેશિયો વધુ રહ્યો. ઘણા નવા ફિલ્મ મેકર્સે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગદંડો જમાવી દીધો. આવી ફિલ્મોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરતો ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડઝ નારાયણી હાઇટ્સ ખાતે યોજાયો હતો.
GIFA 2019માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને સન્માન તથા એવોર્ડ એનાયત થયા
આ વર્ષે પણ અમદાવાદમાં નારાયણી હાઇટ્સ ખાતે gifa (ગુજરાતી આઇકોનીક ફિલ્મ ઍવોર્ડ) નું છેલ્લા ત્રણ વર્ષથી સફળ આયોજન થયું છે. જેમાં ગુજરાતી ફિલ્મના કલાકારોનો મેળાવડો જોવા મળ્યો હતો. આરોહી પટેલ, આરજવ ત્રિવેદી, વિક્રમ ઠાકોર સહિતના તમામ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ નેશનલ ફિલ્મ રિવા અને હેલ્લારો ના એક્ટર ડિરેક્ટર મ્યુઝિક કંપોઝર પણ ઉપસ્થિત રહ્યા હતા.