ગુજરાત

gujarat

ETV Bharat / city

હવેલીમાં ધૂળેટીની ઊજવણી કરી, ઠાકોરજીને અબીલ-ગુલાલનો રંગ લગાવાયો - Ahmadabad news

અમદાવાદમાં હોળી ધુળેટીના તહેવારમાં ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં ભાવ ભક્તિથી ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે કોરોનાની મહામારીને લઈને હોળી અને ધુળેટીના તહેવાર પહેલા જ ઉજવણી કરવામાં આવી હતી. મર્યાદિત સંખ્યામાં વૈષ્ણવ ભક્તોની હાજરીમાં ભગવાનને રંગ લગાવવામાં આવ્યો.

હવેલીમાં ધૂળેટીની ઊજવણી કરી
હવેલીમાં ધૂળેટીની ઊજવણી કરી

By

Published : Mar 28, 2021, 10:13 AM IST

  • ભક્તોએ ઠાકોરજીને લગાવ્યો રંગ, તહેવાર પહેલા જ કરાઈ ઉજવણી
  • મર્યાદિત વૈષ્ણવ ભકતોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે કરાઈ ઉજવણી
  • હોળી અને ધુળેટીના તહેવારમાં ભગવાનના મંદિર રહેશે બંધ

અમદાવાદ :હોળી અને ધૂળેટીના તહેવારમાં ભગવાનના મંદિરમાં દર્શન બંધ રહેશે. સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ભગવાન શ્રી કૃષ્ણને રંગ લગાવવામાં આવ્યો અને ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારી વચ્ચે હોળી અને ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. સરકારે ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં હોળીની ઉજવણી મર્યાદિત સંખ્યામાં લોકો હાજર રહી કરી શકે છે. પરંતુ ધુળેટીમાં મંદિરો, કલ્બ, સામાજિક કાર્યક્રમો બંધ રાખવા સરકારે આદેશ કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવા અને લોકોમાં સંક્રમણ ન ફેલાઈ તે માટે તકેદારી રાખવા સૂચના આપી છે.

હવેલીમાં ધૂળેટીની ઊજવણી કરી

આ પણ વાંચો : હોળી-ધુળેટી પર્વને લઇને સોમનાથ મંદિરમાં દર્શનનું આયોજન

સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ભગવાન શ્રીકૃષ્ણને ધુળેટીનો રંગ લગાડવામાં આવ્યો

સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ભગવાન શ્રીકૃષ્ણને ધુળેટીનો રંગ લગાડવામાં આવ્યો અને ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મર્યાદિત સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તહેવાર પહેલા ઉજવણી કરતા ઓછી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મંદિરમાં પણ ભક્તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરતા દેખાયા હતા.

હવેલીમાં ધૂળેટીની ઊજવણી કરી

આ પણ વાંચો : રાજ્ય સરકારે હોળીના તહેવારને લઇ અગત્યની માર્ગદર્શિકા પાડી બહાર

હોળી અને ધૂળેટીના તહેવારમાં તમામ મંદિર બંધ રહેવાના


હોળી અને ધૂળેટીના તહેવારમાં તમામ મંદિર બંધ રહેવાના છે. ભક્તોને ભગવાનના દર્શનનો લાભ મળે તે માટે કેટલાક મંદિરોમાં ઓનલાઇન દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંદિરના ટ્રસ્ટીઓ અને ભક્તોની હાજરીમાં ઉજવણી કરવામાં આવશે. જેમનું જીવંત પ્રસારણ કરવામાં પણ આવશે.

હવેલીમાં ધૂળેટીની ઊજવણી કરી

ABOUT THE AUTHOR

...view details