- CBSEનું ધોરણ 12નું પરિણામ જાહેર
- CBSEનું 99.37 ટકા પરિણામ આવ્યું
- વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામથી ખુશ
અમદાવાદ: ગુજરાત બોર્ડ બાદ હવે CBSE બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં 99.37 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં પણ બપોરે 2 વાગ્યાથી જ વિદ્યાર્થીઓ સ્કૂલ પર ભેગા થવા લાગ્યા હતા અને પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. માસ પ્રમોશનના કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ જોવા મળ્યા છે.
સ્કૂલો પર વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા
અમદાવાદની તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલમાં 2 વાગ્યા પહેલા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામ મેળવવા પહોંચી ગયા હતા. જેમાં 2 વાગ્યે જ પરિણામ જાહેર થતાં સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટ કાઢીને આપવામાં આવી હતી. જ્યારે પરિણામ હાથમાં આવતા જ વિદ્યાર્થીઓના મોઢા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સામાન્ય વર્ષ કરતા પરિણામ મોડા જાહેર થયું હતું.માસ પ્રમોશન ના કારણે ધોરણ 10ના 30 ટકા, ધોરણ 11ના 30 ટકા અને ધોરણ 12ની સ્કૂલની પરીક્ષાના 40 ટકા માર્ક્સના આધારે ફાઈનલ પરિણામ આપવામાં આવ્યું હતું. પરિણામ આવતા વિદ્યાર્થીઓ હવે આગળના અભ્યાસ માટે પ્રવેશ મેળવવાની તૈયારી દર્શાવી હતી.