- CBSE બોર્ડ ફરી એક વાર વિવાદમાં સપડાયું
- ધોરણ 12ના સોશિયલોજીના પેપરમાં ગુજરાત રમખાણ અંગે પૂછાયો પ્રશ્ન
- CBSEએ સ્પષ્ટતા કરી જવાબદારો સામે પગલાં લેવાની બાહેંધરી આપી
અમદાવાદઃ CBSE બોર્ડ ફરી એક વાર વિવાદમાં ફસાયું (CBSE controversy) છે. હાલમાં જ CBSEએ ધોરણ 12ના સોશિયલોલોજીના પેપરમાં ગુજરાતમાં વર્ષ 2002ના રમખાણો (CBSE question on Gujarat 2002 riots) કોની સરકારમાં થયા હતા. તેમાં વિકલ્પમાં ભાજપ, કોંગ્રેસ, ડેમોક્રેટિક અને રિપબ્લિક રાખવામાં આવ્યા હતા. જોકે, આ પ્રશ્ન (controversial question in CBSE exam) પછી વિવાદ ઉભો થઈ ગયો હતો. જ્યારે CBSEએ આ અંગે સ્પષ્ટતા કરી (CBSE clarifies the question on Gujarat riots) જવાબદારો સામે પગલાં લેવાની બાહેંધરી આપી હતી.
આ પણ વાંચો-સુપ્રીમ કોર્ટે હાઇબ્રિડ માધ્યમથી બોર્ડ પરીક્ષાઓ કરાવવાનો નિર્દેશ આપવાની કહી દીધી ના
CBSEએ કરી સ્પષ્ટતા
CBSE બોર્ડે આ અંગે સ્પષ્ટતા (CBSE clarifies the question on Gujarat riots) કરી હતી કે, પરીક્ષામાં ગુજરાતના રમખાણો (Gujarat 2002 communal riots) વિશે જે પ્રશ્ન (controversial question in CBSE exam) પૂછવામાં આવ્યો છે. તે અયોગ્ય છે. બહારના વિશેષજ્ઞોએ બોર્ડના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન (Violation of CBSE Board guidelines) કર્યું છે. એઠલે CBSE પોતાની ભૂલ સ્વીકારે છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો-CBSE ધોરણ 10નું 99.04 ટકા પરિણામ, વિદ્યાર્થીઓ સંતુષ્ટ
પેપર સેટ કરનારે પાઠ્યપુસ્તકમાંથી જ પ્રશ્ન પૂછ્યો
તો આ તરફ શિક્ષકોના મતે, સ્વભાવિક રીતે પેપર સેટ કરનારે પાઠ્યપુસ્તકમાંથી જ પ્રશ્ન (controversial question in CBSE exam) પૂછ્યો છે. કારણ કે, પાઠ્યપુસ્તકમાં 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો અને દિલ્હીમાં થયેલા શીખ રમખાણો સમયે કોની સરકાર હતી. તેનો ઉલ્લેખ થયો છે, પરંતુ હવે આ રાજકીય મુદ્દો બનતા તેનો વિરોધ થયો હશે.