- પ્રતિક ગાંધીની આવનારી ફિલ્મ વિવાદમાં
- નામને કારણે ફિલ્મ ફસાઈ વિવાદમાં
- CBFCએ નિર્માતાઓને આપી નોટીસ
મુંબઈ : સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)એ શુક્રવારે કહ્યું હતું કે," પ્રતિક ગાંધી અભિનીત ફિલ્મ ભવાઈના નિર્માતાઓને કાર્ય કારીણી નોટીસ આપવામાં આવે છે કારણે કે તેમને પ્રમાણપત્રોના નિયમો અને ફિલ્મના કોન્ટેન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે. ગુજરાતના લોકનાટ્ય ભવાઈ પર આ મ્યુઝીકલ ડ્રામા બનાવવામાં આવ્યું છે, જેનું પહેલા નામ રાવણ લીલા હતું. આ ફિલ્મના નિર્દેશક હાર્દિક ગજ્જર અને પેન સ્ટુડીયો દ્વારા ફાઈનાન્સ પૂરુ પાડવામાં આવ્યું છે.
CBFCએ નિર્માતાઓ પાસે માંગ્યા ખુલાસા
CBFCના અનુસાર નિર્માતાઓએ ટ્રેલરમાં ફિલ્મનું નામ બદલ્યું છે અને ફિલ્મના કેટલાક ભાગોમાં પણ બદલાવ કર્યો છે.CFBCએ ભવાઈના નિર્માતાઓ પાસે નિયમો સાથે ચેડા કરવા બદલ ખુલાસો માંગ્યો છે. CBFCના ચીફ પ્રસુન જોશી જણાવે છે કે, " CBFC હંમેશા ગાઈડલાઈન અને પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સરળ રાખે છે". તે આગળ જણાવે છે કે, CBFCના નિયમો સાથે ચેડાએ સ્વીકાર્ય નથી કારણે કે તેનાથી નિયમો અને સિસ્ટમ ખોરવાય છે અને તે એવુ પણ બતાવે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી બેજવાબદાર રીતે કામ કરે છે.
આ પણ વાંચો : ફ્લોરાની બીજી ઈચ્છા પણ પૂર્ણ કરવામાં આવી