ગુજરાત

gujarat

ETV Bharat / city

સાવધાન...! શહેરમાં ફરી રહ્યા છે નકલી ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર, ઓઢવના યુવક સાથે રૂ. 30 હજારની છિતરપિંડી

અમદાવાદના નરોડામાં યુવક પાસે બે શખ્સ ક્રાઈમ બ્રાન્ચમાંથી આવતા હોવાનું જણાવી યુવકને લઈ ગયા હતા. ઓઢવમાં એક હોટેલમાં યુવતી સાથે ગયો હોવાથી કેસ થયો છે. આથી ઓઢવ પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહી આ યુવકને લઈ ગયા હતા અને યુવક પાસેથી 30 હજાર પડાવી લીધા હતા. આ મામલે યુવકે પોલીસ ફરિયાદ કરતા નરોડા પોલીસે 1 આરોપીને ઝડપી પાડયો છે.

સાવધાન...! શહેરમાં ફરી રહ્યા છે નકલી ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર, ઓઢવના યુવક સાથે રૂ. 30 હજારની છિતરપિંડી
સાવધાન...! શહેરમાં ફરી રહ્યા છે નકલી ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર, ઓઢવના યુવક સાથે રૂ. 30 હજારની છિતરપિંડી

By

Published : Dec 5, 2020, 2:06 PM IST

  • શહેરમા નકલી ક્રાઈમ બ્રાન્ચના ઓફિસરો ફરી રહ્યા છે
  • નકલી ઓફિસરો વિશે ગુજરાત પોલીસને જાણ જ નથી
  • ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહી નરોડાના યુવક સાથે છેતરપિંડી
  • બંને નકલી અધિકારીએ યુવક પાસેથૂ રૂ. 30 હજાર પડાવ્યા
  • પોલીસે બેમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો

નરોડાઃ નરોડામાં પાનના ગલ્લા પાસે ફરિયાદી યુવક ઊભો હતો ત્યારે અચાનક 2 શખ્સો આવ્યા હતા, જેમણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને બાદમાં યુવકને જણાવ્યું હતું કે, તમે ઓઢવ એક યુવતી સાથે હોટલમાં ગયા હતા. આથી તમારા પર ફરિયાદ થઈ છે જે મામલે તમારે ઓઢવ પોલીસ સ્ટેશન આવવું પડે આમ કહીને બંને શખ્સોએ યુવકને સાથે લઈ ગયા દરમિયાન બંને શખ્સો રસ્તામાં વાતચીત કરી રહ્યા હતા કે યુવક સારો છે તો તેને જવા દેવો જોઈએ.

યુવક પાસે પડાવ્યા રૂ. 30 હજાર
યુવકને ધાક ધમકી આપી યુવકને રૂ. 30 હજાર આપવા જણાવાયું હતું. આથી યુવકે નજીકની દુકાને જઈને દુકાનદારને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરીને બંને શખ્સને 30 હજાર રોકડા આપ્યા હતા. અને બાદમાં યુવકે આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે 2 શખ્સો પૈકી એકને ઝડપી પાડયો હતો. 2 શખ્સો જ નહિ તેમની સાથે ટોળકી કામ કરતી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

હોટલમાંથી નીકળતા યુગલને બનાવતા હતા ભોગ
આરોપીઓ હોટેલની બહાર ઊભા રહેતા હતા અને કોઈ યુગલ હોટલના બહાર નીકળે તો આ રીતે પોલીસની ઓળખ આપી તેમની પાસેથી પૈસા પડાવી લેતા હતા. રિંગ રોડ સાઈડ અનેક લોકો સાથે આ રીતે ઠગાઈ કરતા હતા. આરોપીઓ વિરૂદ્ધ અન્ય પોલીસે સ્ટેશનમાં પણ ગુના નોધાયેલા છે જે મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કોઈ પણ વ્યક્તિ આ રીતે ભોગ બન્યું હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે આ અંગે માહિતી પણ ગુપ્ત રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details