- વ્હાઇટ ફંગસે પણ હવે માથું ઉચક્યું
- વ્હાઇટ ફંગસના ગુજરાતમાં ઘણા કેસ સામે આવ્યા, પરંતુ રિક્વરી ઝડપથી થાય છે
- વ્હાઇટ ફંગસ શરીરના કોઇ પણ ભાગમાં થઇ શકે છે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા હવે મ્યુકોર માઈકોસીસને પણ મહામારી જાહેર કરી દીધી છે, ત્યારે હવે દેશમાં વ્હાઇટ ફંગસના પણ કેસ સામે આવી રહ્યા છે. જેમાં રાજયમાં પણ વ્હાઇટ ફંગસના કેસ સામે આવ્યા છે. વ્હાઇટ ફંગસ શરીરના કોઇ પણ ભાગમાં થઇ શકે છે. ફેફ્સા, કિડની, આંતરડા, ગુપ્તાંગ, પગ સહિતના ભાગોમાં થાય છે. તેમની સારવાર માટે દવાઓ પણ ઉપલબ્દ્ધ છે, પરંતુ નિષ્ણાંતોના મત પ્રમાણે આ રોગ બ્લેક ફંગસથી પણ વધારે ઘાતક નથી.
રાજ્યમાં વ્હાઇટ ફંગસના પણ કેસ આવ્યા સામે આ પણ વાંચો: રેર ઓફ ધી રેર મ્યુકોરમાઇકોસીસ : વગર લક્ષણ પ્રથમવાર મસ્તિષ્કમાં ફંગસનો કેસ
આ ફંગસ શરીરના કોઇ પણ ભાગમાં થઇ શકે છે
"બ્લેક ફંગસ મોટા ભાગે સાઇનસમાં જોવા મળે છે. જેમને આપણે મ્યુકોર માઈકોસીસ કહીએ છીએ. આવી જ રીતે વ્હાઇટ ફંગસ હોય છે. જે કેન્ડીડા ફંગસ હોય છે અથવા તો એસ્પરજીલસ ફંગસ હોય છે. આ ફંગસ શરીરના કોઇ પણ ભાગમાં થઇ શકે છે. ફેફ્સા, આંતરડા સહિતના કોઇ પણ ભાગમાં થાય છે તેમને ફંગેમીયા પણ કહેવામાં આવે છે. બ્લેક ફંગસમાં ઓપરેશન કરવાની જરૂર પડે છે, પરંતુ વ્હાઇટ ફંગસમાં ઓપરેશનની જરૂર પડતી નથી."- ડૉ. અજય શાહ (પલ્મોનોલોજીસ્ટ)
આ પણ વાંચો: ગુજરાતમાં વ્હાઈટ ફંગસનો પગપેસારો, સોલા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ
ઇમ્યુનિટીપાવર ઓછો હોય તેવા દર્દીઓને આ વ્હાઇટ ફંગસની અસર થાય છે
"દર્દીનું યુરીન, કફ, લોહીની તપાસ કરીને તપાસ કરી શકાય છે કે તેમને વ્હાઇટ ફંગસ છે કે નહી. આ માટેની દવાઓ પણ છે. જેનાથી દર્દીને સાજો પણ કરી શકાય છે. જે દર્દીને ડાયાબીટીસની બીમારી હોય, લાંબા સમય સુધી દવાઓ શરૂ હોય અને ઇમ્યુનિટીપાવર ઓછો હોય તેવા દર્દીઓને આ વ્હાઇટ ફંગસની અસર થાય છે. કોરોનામાં ફેફ્સા પર અસર થાય છે અને સ્ટીરોઇડ આપવામાં આવે છે, ત્યારે CRP વધુ હોઇ તે માત્રા જ સ્ટીરોઇડ આપવામાં આવે છે. જો વધુ સ્ટીરોઇડ આપવામાં આવે અથવા તો CRP નોર્મલ થયા પછી પણ જો લાંબા સમય સુધી સ્ટીરોઇડ અને એન્ટીબાયોટીક આપવામાં આવે તો વ્હાઇટ ફંગસ થવાની શકયતાઓ વધી જાય છે."- ડૉ. અજય શાહ
વ્હાઇટ ફંગસ સંપૂર્ણ શરીરમાં ફેલાય તે પહેલા જાણકારી મળી જાય, તો રોગને કાબુમાં લઇ શકાય
"વ્હાઇટ ફંગસમાંથી દર્દીને રિક્વર કરવા માટે 10થી 14 દિવસનો સમય લાગે છે. આ કેસમાં જો વ્હાઇટ ફંગસ સંપૂર્ણ શરીરમાં ફેલાય તે પહેલા જાણકારી મળી જાય, તો રોગને કાબુમાં લઇ શકાય છે. કોરોના પછી પણ તો તાવ આવતો હોઇ તેવા દર્દીઓને કલ્ચરનો રિપોર્ટ કરાવવો જોઇએ જેનાથી જાણકારી મેળવી શકાય છે."- ડૉ. અજય શાહ
શરીરના કોઇ એક ભાગમાં હોય તો તે 14 દિવસમાં સાજો થઇ જાય
"વ્હાઇટ ફંગસ શરીરના કોઇ પણ ભાગમાં થાય છે. તેમના માટે સીટી-સ્કેન, સોનોગ્રાફી, યુરીન, કફ, લોહી, ચામડીમાં દાગ હોઇ તો બાયોપસી સહિતના રિપોર્ટ કરાવવા જરૂરી છે. જેનાથી શરીરના કયા ભાગમાં તેમની અસર છે તે જાણી શકાય છે. રાજ્યમાં પણ વ્હાઇટ ફંગસના કેસ સામે આવી રહ્યા છે, પરંતુ રિક્વરી રેટ વધુ હોવાથી ઓછા સામે આવે છે. કારણે શરીરના કોઇ એક ભાગમાં હોઇ તો તે 14 દિવસમાં સાજો થઇ જાય છે."- ડૉ. અજય શાહ
ડૉક્ટર અજય શાહના દર્દીઓઃ
- કોરોના થયો હોય તેવા દર્દીઓને વ્હાઇટ ફંગસ થાય તેના હાલ વધારે કેસ સામે આવી રહ્યા છે. એક કેસમાં દર્દીને કોરોના બાદ તાવ આવતો હતો. તેમનો યુરિનનો રિપોર્ટ કરાવતા યુરિનમાં ફંગસ થયું હતું. જે એન્ટી ફંગસની દવાઓ આપતા 14 દિવસમાં સારવાર બાદ સાજો થઇ ગયો છે.
- બે દર્દીઓ એવા પણ સામે આવ્યા હતા કે, કોરોનાના દરમિયાન ફેફ્સામાં તેમને ફંગસનું ઇન્ફેક્શન લાગી ગયું હતું, પરંતુ આ કિસ્સામાં તેમને પણ એન્ટી ફંગસનો કોર્ષ પૂર્ણ કરાવવામાં આવતા હાલ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
- માર્કેટમાં પુરતા પ્રમાણમાં દવાઓ ઉપલબ્દ્ધ છે. જેના લીધે હાલ માર્કેટમાં નોઇઝ થતો નથી અને દર્દી ઝડપથી પણ સાજો થઇ જાય છે.
બ્લેક અને વ્હાઇટ ફંગસની વચ્ચે સારવારનો તફાવત
- બ્લેક ફંગસમાં સર્જરી અને ઓપરેશન કરી ફંગ વાળો ભાગ કાઢી નાખવામાં આવે છે અને ત્યાર બાદ તેમના એન્ટીફંગસ ઇન્જેક્શનથી ફંગસ વાળા ભાગમાંથી ચેપ દૂર કરવામાં આવે છે.
- વ્હાઇટ ફંગસની સારવાર થોડી સરળ છે. એન્ટીબાયોટીક અને એન્ટી ફંગસ ઓછા પ્રમાણમાં આપવી પડે છે. જો સંપૂર્ણ શરીરમાં હોય તો હેવી ઇન્જેક્શન આપવા પડે છે, પરંતુ ઓછા પ્રમાણમાં કોઇ એક ભાગમાં હોય તો 10થી 14 દિવસમાં દર્દી રિકવર થઇ જાય છે.
વ્હાઇટ ફંગસની જાણકારી કઇ રીતે મળવી શકાય ?
કોરોનામાં શરૂઆતમાં 5 દિવસ સુધી તાવ આવે છે અને કોરોનાથી રિકવર થયા પછી પણ જો શરીરમાં તાવ આવતો હોય તો ફંગસની અસર થવાની શક્યતાઓ વધી જાય છે. તેવામાં દર્દીએ એક્સ-રે, સીટી-સ્કેન, સોનોગ્રાફી, યુરીન, કફ, લોહી, ચામડીમાં દાગ હોઇ તો બાયોપસી કરાવવી જોઇએ. જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી ડૉક્ટરની સલાહ પ્રમાણે સારવાર શરૂ કરો અને રિપોર્ટ બાદ યોગ્ય સારવાર કરાવવાથી રિકવરી 100 ટકા આવી જાય છે.
વ્હાઇટ ફંગસ કઇ કઇ જગ્યાઓ પર થાય
વ્હાઇટ ફંગસની શરીરના અંદર કે બહારના કોઇ પણ ભાગંમાં થઇ શકે છે. જે ફેફ્સા, આંતરડા, કિડની, લીવર, પગ, હાથ, ગુપ્તાંગ સહિતના કોઇ પણ ભાગમાં થઇ શકે છે.
વ્હાઇટ ફંગસની બીમારી ક્યાં કારણે થાય છે ?
એન્ટીબાયોટિક્સ અને સ્ટીરોઇડના વધુ સેવનના કારણે આ બીમારી થાય છે. ડાયાબીટીસના દર્દીમાં વધુ જોખમ રહે છે. કેન્સરના દર્દીઓ જે લાંબા સમયથી દવા પર હોય છે. તેવા દર્દીમાં પણ આ રોગ થવાનું જોખમ રહે છે. નવજાત શિશુમાં ડાયપર કૈડિડોસિસના રૂપે થાય છે. જેમાં ક્રિમ કલરના ધાબા દેખાય છે. તે ઓરલ થ્રસ્ટ કરે છે. મહિલાઓમાં તે લ્યુકોરિયાનું મુખ્ય કારણ છે.