- શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની વકરતી પરિસ્થિતિ
- ડેન્ગ્યૂના કેસ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સાત ગણા વધ્યા
- ટાઈફોઈડના 2020માં 965 કેસ સામે 2021માં 1544 કેસ નોંધાયા
અમદાવાદ: વર્ષ 2020 અને 2021ના સપ્ટેમ્બર મહિના સુધીના નોંધાયેલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વાત માત્ર મચ્છરજન્ય રોગચાળા સુધી જ નથી અટકતી પણ પાણીજન્ય રોગચાળામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર 2020 સુધીમાં ઝાડા-ઉલ્ટીના 2072 કેસ નોંધાયા હતા. જે 2021માં 2650 સુધી પહોંચ્યા છે. આ સાથે કમળાના 2020માં 540 કેસ નોંધાયા હતા. જે 2021માં વધીને 989 થઈ ગયા છે. ટાઈફોઈડના 2020માં નોંધાયેલા 965 કેસ સામે 2021માં 1544, જ્યારે કોલેરાના 2020માં એક પણ કેસ નોંધાયા ન હતા, પણ 2021માં 64 કોલેરાના કેસ પણ નોંધાયા છે.