ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના બાદ કન્ઝ્યુમર કોર્ટના કેસમાં વધારો, જાણો શું છે કારણ ? - cases in consumer courts rise after corona

કોરોનાને કારણે અમદાવાદ સહિત તમામ જિલ્લાઓની કોર્ટમાં લાંબા સમય બાદ પ્રત્યક્ષ સુનાવણી શરૂ થઈ છે. ઘણા સમય બાદ કોર્ટમાં કામકાજ શરૂ થતા કોર્ટમાં કેસોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. મહત્વનું છે કે, મે 2021માં કન્ઝ્યુમર કોર્ટમાં જ્યાં દૈનિક 29 કેસ નોંધાતા હતા. ત્યાં હવે વધીને 58 કેસ દૈનિક નોંધાઈ રહ્યા છે. આ મુજબ જ વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, નવસારી જેવા જિલ્લાઓના કેસમાં પણ અનેક ગણો વધારો નોંધાયો છે.

કોરોના બાદ કન્ઝ્યુમર કોર્ટના કેસમાં વધારો
કોરોના બાદ કન્ઝ્યુમર કોર્ટના કેસમાં વધારો

By

Published : Jul 3, 2021, 9:27 PM IST

  • કન્ઝ્યુમર કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થતા કેસની સંખ્યામાં નોંધાયો વધારો
  • કંપનીના ઇન્સ્યોરન્સ, હોસ્પિટલના વધારાના ચાર્જીસ જેવી ફરિયાદો આવી સામે
  • ગ્રાહકોમાં બજારમાં તેમની સાથે થતી છેતરપિંડીને લઇને જોવા મળે છે જાગૃતતા

અમદાવાદ : કોરોના દરમિયાન કોર્ટમાં ફિઝિકલ એક્ટિવિટી બંધ હતી. જોકે તાજેતરમાં સ્થિતી સુધરતા રાજ્યભરની કોર્ટમાં પ્રત્યક્ષ સુનવણી શરૂ કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદની કન્ઝ્યુમર કોર્ટમાં રોજ નોંધાતા 29 જેટલા કેસ હાલમાં વધીને 55થી 60 સુધી પહોંચ્યા છે. જેની પાછળનું અન્ય એક કારણ લોકોમાં તેમની સાથે થતી છેતરપિંડી અંગે સભાનતા આવી હોવાનું પણ સામે આવ્યું છે.

કોરોના બાદ કન્ઝ્યુમર કોર્ટના કેસમાં વધારો

શું કહે છે કન્ઝ્યુમર કોર્ટના એડવોકેટ આનંદ પરીખ?

કન્ઝ્યુમર કોર્ટમાં પોતાની સેવા આપતા એડવોકેટ આનંદ પરીખે ETV Bharat ને જણાવ્યું હતું કે, હાલ ઘણા બધા જિલ્લાઓમાં મે મહિનાની સરખામણીએ જૂન મહિનામાં નોંધાયેલા કેસની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં કુલ 29 કેસ દૈનિક ગ્રાહક ફરિયાદોને લઈને નોંધાયા હતા. જ્યારે જૂનમાં આ આંકડો વધીને 58 સુધી પહોંચી ગયો છે. વાત વડોદરાની કરીએ તો અહીં પણ મે મહિનામાં દૈનિક 17 કેસ નોંધાયા હતા. જે જૂનમાં વધીને 25 થયા છે. આ ઉપરાંત ભાવનગરમાં મે મહિનામાં 1 અને જૂન મહિનામાં 8 કેસ, ગાંધીનગરમાં મે મહિનામાં 1 અને જૂન મહિનામાં 6, જ્યારે નવસારીમાં મે મહિનામાં 1 અને જૂન મહિનામાં 9 કેસ નોંધાયા છે. આમ ગ્રાહકોને તેમની સાથે બજારમાં થતી છેતરપિંડી અંગે જાગૃતતા આવતા કોર્ટમાં આવા કેસોની સંખ્યામાં વધારો થયો છે.

કેવા પ્રકારના કેસો કોર્ટમાં વધુ આવી રહ્યા છે?

આ પ્રશ્નનો જવાબ આપતા એડવોકેટ આનંદ પરીખે જણાવ્યું હતું કે, હાલ કોરોનાની પરિસ્થિતિના કારણે ઇન્સ્યોરન્સ કંપનીએ ન ચૂકવેલી પૂરેપૂરી રકમ, હોસ્પિટલે સારવાર દરમિયાન લીધેલા વધારાના ચાર્જીસ, બેંકની ફરિયાદો વગેરે જેવા વિષયો ઉપર વધુ ફરિયાદો નોંધાઇ રહી છે. જોકે આ સામે કોર્ટ પણ તત્પર છે કે, ગ્રાહકોને જલ્દીથી ન્યાય મળી રહે. વધુમાં કન્ઝ્યુમર કોર્ટમાં આવનારા લોકોને અહીંથી પૂરેપૂરી માહિતી પણ પૂરી પાડવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details