ગુજરાત

gujarat

ETV Bharat / city

મેનગ્રુવ નિકંદન મુદ્દે સરકારે હાઈકોર્ટમાં કરી દલીલ, કહ્યું કપાયેલી જગ્યા પર નવા મેનગ્રુવ ઉગ્યા - gujarati news

અમદાવાદઃ અમરેલી જિલ્લાના પીપાવાવ અને રાજુલા તાલુકાના આસપાસના વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા મેનગૃવ ઝાડ કાપી નાખવા મુદ્દે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે સોમવારે જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર મેનગ્રુવ નિંકદનનો સ્વીકાર કરતા કહ્યું કે, હાઈકોર્ટેના ઓર્ડર બાદ મેનગ્રુવ કાપવામાં આવ્યા નથી અને જેથી કપાયેલી જગ્યા પર નવા મેનગ્રુપ ઉગવાનું શરૂ થઈ ગયા હોવાની દલીલ કરી હતી. આ મામલે વધુ સુનાવણી 10મી મે ના રોજ હાથ ધરવામાં આવશે.

સ્પોટ ફોટો

By

Published : May 7, 2019, 8:23 AM IST

હાઈકોર્ટે ગુજરાત ઈલોકોજી પંચના સભ્યની નિમણુંક કરવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટે વર્ષ 2013માં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા જે સેમિનાર યોજવામાં આવ્યો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા મેનગ્રુવની સ્થિતિ અંગે નક્સો તૈયાર કરવામાં આવ્યો હતો અને વર્ષ 2015-16 દરમ્યાન મેનગ્રુવ કાપવામાં આવતા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.

મેનગ્રુવ નિકંદન મુદ્દે સરકાર હાઈકોર્ટમાં

હાઈકોર્ટે અગાઉ આ મામલે રાજ્ય વન વિભાગ અને પ્રદુષણ નિયંત્રણ વિભાગને નોટિસ પાઠવામાં આવી હતી. જોકે તેમણે પોતાનો જવાબ રજૂ ન કરતા હાઇકોર્ટે મેનગૃવ ન કાપવા બાબતે લેખિત હુકમ કર્યો હોવાનું સામે આવ્યું છે.

મેનગ્રુવ વૃક્ષ તટીય વિસ્તારમાં દરિયાના પાણીને જમીન પર પ્રવેશતા અટકાવે છે. આ જ હેતુથી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાઈ વિસ્તારના ગામડામાં 1 લાખ 40 હજાર જેટલા મેનગ્રુવને ગ્રામીણો દ્વારા રોપવામાં આવ્યા હતા. જે પ્રાઇવેટ કંપનીઓએ પોતાના એકમનું વિકાસ કરવા માટે મેનગ્રુવ ઝાડની કપાત શરુ કરી હતી. જેને લઈને ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.

હાઇકોર્ટે 21 વર્ષીય અરજદાર અને સોસીયલ વર્કર શીયલના વકીલ રાજેશ ગીડીયા દ્વારા રજૂ થયેલી રજૂઆતો અને પુરાવાને આધારે જવાબદાર અધિકારીઓને લેખિતમાં તાત્કાલિક મનાઈ હુકમનો કર્યો હતો. મેનગ્રુવ ઝાડને ન કાપવા માટેની અને તકેદારી રાખવાનો પણ હાઇકોર્ટે પ્રશાશનને હુકમ કર્યો હતો.

પીપવાવ અને રાજુલાના દરિયાઈ વિસ્તારમાં 1.40 લાખ જેટલા મેનગ્રુવ વૃક્ષ આવેલા છે જેના રક્ષણ માટે અરજદાર શિયલ ભીખાભાઈ નામના અરજદાર વકીલ રાજેશ ગિડિયા વતી હાઇકોર્ટમાં PIL દાખલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details